ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gaya Bihaar News: 4 લોકોને ફાંસી આપી મારનાર કુખ્યાત નક્સલી નેતા પ્રમોદ મિશ્રાની બિહારથી ધરપકડ - બિહારથી ઝડપાયો નક્સલી

કુખ્યાત નક્સલી નેતા પ્રમોદ મિશ્રાને સુરક્ષા દળોની સંયુકત ટીમે તેના સહકર્મી સાથે ધરપકડ કરી છે. પ્રમોદ મિશ્રાની બીજીવાર ધરપકડ કરવામાં આવી છે. આ વખતે તેને બિહારના ગયાથી ઝડપી પાડવામાં આવ્યો છે. માઓવાદી પ્રમોદ મિશ્રા વિશે જાણો વિસ્તારપૂર્વક

નક્સલી નેતા પ્રમોદ મિશ્રાની બિહારથી ધરપકડ
નક્સલી નેતા પ્રમોદ મિશ્રાની બિહારથી ધરપકડ

By

Published : Aug 10, 2023, 8:37 PM IST

ગયા, બિહારઃ બિહારના ગયામાં એક જ પરિવારના ચાર સભ્યોને ફાંસી પર લટકાવીને નક્સલી પ્રમોદ મિશ્રાને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ધરપકડ કરી છે. મિશ્રાની સાથે તેના સહકર્મી અનિલ યાદવની પણ ધરપકડ થઈ છે. બંને ટિકારીના જરહી ટોલામાં પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા. આ ઘરે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ટોપ માઓવાદી પ્રમોદ મિશ્રા અને ઈસ્ટર્ન બ્યૂરો મિસિર બેસરા વચ્ચે વિવાદને લીધે પ્રમોદ મિશ્રા તેના સાથીદારો સાથે સારંડના જંગલમાં નાસતો ફરતો હતો

2008માં થઈ હતી ધરપકડઃ નક્સલી પ્રમોદ મિશ્રાની આ બીજીવારની ધરપકડ છે. 2008માં ધનબાદ અને વિનોદ નગર મહોલ્લાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તે પોતાના સગાના ઘરે આરામ ફરમાવતો હતો. અંદાજે 9 વર્ષની કાર્યવાહી બાદ જેલમાં બંધ પ્રમોદ મિશ્રાને વર્ષ 2017માં છપરા કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યો. મિશ્રા પર છપરા, ઔરંગાબાદ, ગયા અને ઝારખંડના ધનબાદમાં કુલ 22 નકસલી હુમલાઓનો આરોપ છે.

2004થી લોહીયાળ ઈતિહાસઃ તે 2004માં માઓવાદી બન્યો. વર્ષ 2004માં આ માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર ઓફ ઈન્ડિયાનો પ્રમુખ નેતા બન્યો. જ્યારે આ કમિટિ બની ત્યારે તે માત્ર તેનો સભ્ય હતો. અહીંથી તે આગળ વધીને 2007માં પોલિત બ્યૂરોનો સભ્ય બન્યો. આ જાહેરાત પાર્ટીની 9મી કૉંગ્રેસમાં થઈ હતી.

અનેક આરોપો છે મિશ્રા પરઃ સંગઠને મજબૂત જવાબદારી સોંપતા તેને પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણા સહિત દેશના બીજા રાજ્યોમાં આંદોલન ઉગ્ર બનાવ્યું. 2006માં તેનું નામ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટની કંટ્રી રીપોર્ટ્સ ઓન ટેરરિઝમમાં આવ્યું હતું. પરંતુ 11 મે 2008ના રોજ ધનબાદના વિનોદનગરથી ધરપકડ થવાથી તેની પાંખો કપાઈ ગઈ.

4 લોકોને ફાંસી પર લટકાવવાનો આરોપઃ 2017માં છપરા કોર્ટમાં સાક્ષીના અભાવે તે છુટી ગયો. જેલથી નીકળતા જ તેણે અનેક રાજ્યોમાં નક્સલી ઘટનાનો ક્રમ શરૂ કરી દીધો. બિહારના ગયામાં સાલ 2021માં તેણે એક જ પરિવારના 4 લોકોને ફાંસી પર લટકાવી દીધા હતા. તેનું આ કૃત્ય જઘન્યપૂર્ણ હતું. ત્યાર બાદ તેના પર ઈનામની રકમ વધારવામાં આવી. મિશ્રા વિરૂદ્ધ બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રંદેશમાં અનેક કેસ દાખલ થયેલા છે.

ઈસ્ટર્ન રિઝનલ બ્યૂરો બનવાની ઈચ્છાઃ પ્રમોદ મિશ્રાની ઈચ્છા ઈસ્ટર્ન રિઝનલ બ્યૂરો બનવાની હતી. જો કે તે મિસિર બેસરાથી અકળાતો હતો. પ્રમોદ મિશ્રા અને મિસિર બેસરા વચ્ચે મોટો વિવાદ હતો. ત્યારે તેનું હેડક્વાર્ટર ઝારખંડના સારંડમાં હતું.

1 કરોડ ઈનામનો પ્રસ્તાવઃ સારંડમાં રહેતા અનેક નક્સલી ઘટનાઓ, નરસંહાર અને માઓવાદી હુમલામાં પ્રમોદ મિશ્રાનું નામ આવ્યું હતું. તેના પર 1 કરોડનું ઈનામનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યો હતો.

  1. Chhattisgarh Naxal Attack : રાજનાંદગાંવમાં 2 જવાન શહીદ, દંતેવાડામાં હેડ કોન્સ્ટેબલનું કાપ્યુું ગળું
  2. Jammu and Kashmir: બે વિદેશી મજૂરો પર આતંકી હુમલો, હોસ્પિટલમાં એડમીટ

ABOUT THE AUTHOR

...view details