ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ દાંતેવાડામાં પેસેન્જર ટ્રેન પર નક્લવાદીઓનો હુમલો

છત્તીસગના દાંતીવાડામાં નક્સલવાદીઓએ ફરી એકવાર ભયંકર સ્થિતિનું નિર્માણ કર્યું છે. નક્સલીઓએ મોડી રાત્રે 45 મિનિટ સુધી ભણસી-બેચેલી વચ્ચેના જંગલમાં એક પેસેન્જર ટ્રેન અટકાવી દીધી હતી. નક્સલવાદીઓએ 26 એપ્રિલે ટ્રેનમાં બેઠેલા મુસાફરને તેમના ભારત બંધનું સમર્થન આપવા જણાવ્યું છે.

humlo
છત્તીસગઢ દાંતેવાડામાં પેસેન્જર ટ્રેન પર નક્લવાદીઓનો હુમલો

By

Published : Apr 24, 2021, 9:01 AM IST

  • નક્સલવાદીઓએ ભણસી-બેચલી જંગલમાં રોકી ટ્રેન
  • 45 મિનીટ સુધી રોકી રાખી ટ્રેન
  • ભારત બંધનું સમર્થન કરવાની માગ

દાંતેવાડા: ભણસી-બેચલી વચ્ચે નક્સલીઓએ 45 મિનિટ માટે રોકી રાખી હતી. ઘટના મોડી રાતની છે. નક્સલવાદીઓએ મુસાફરને 26 એપ્રિલના રોજ ભારત બંધમાં મદદ કરવા જણાવ્યું છે. નક્સલવાદીઓએ ટ્રેનમાં ભારત બંધના સમર્થનમાં બેનર-પોસ્ટર લગાવ્યા હતા. આ ઘટનાની પુષ્ટિ કરતા દાંતીવાડાના એસપીએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ લગભગ 45 મિનિટ સુધી ટ્રેન રોકી હતી. આ સમયગાળા દરમિયાન, નક્સલવાદીઓએ કોઈપણ મુસાફરોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. નક્સલવાદીઓએ મધ્ય જંગલમાં ટ્રેન અટકાવી દીધી હતી.

છત્તીસગઢ દાંતેવાડામાં પેસેન્જર ટ્રેન પર નક્લવાદીઓનો હુમલો

નક્સલવાદીઓને પણ વોકી-ટોકી હોવાનું જાણવા મળ્યું છે. નક્સલવાદીઓએ એક એન્જિન અને એક બોગીનો નાશ કર્યો છે. નકસલવાદીઓએ લગભગ 45 મિનિટ સુધી તાંડવ કર્યા બાદ ટ્રેનને જવા દીધી હતી. સુરક્ષા કર્મચારી સ્થળ પર જવા રવાના થયા હતા. છત્તીસગ નક્સલવાદથી પ્રભાવિત છે અને ભૂતકાળમાં નક્સલવાદીઓએ ઘણા મોટા હુમલા કર્યા છે. નકસલવાદીઓ રસ્તાના બાંધકામમાં રોકાયેલા વાહનોથી અનેક વખત રસ્તાને નુકસાન પહોંચાડ્યા છે. આ વખતે નક્સલવાદીઓએ જ ટ્રેન રોકી હતી.

નક્સલવાદી ગતીવિધી પર નજર

શ્યામગિરી : 9 એપ્રિલ 2019

દાંતેવાડાની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નક્સલવાદીઓએ પ્રચાર માટે જઇ રહેલા ભાજપના ધારાસભ્ય ભીમા માંડવીની કાર પર હુમલો કર્યો હતો. ભીમા માંડવી ઉપરાંત તેમના ચાર સુરક્ષા કર્મીઓ પણ માઓવાદીઓના આ હુમલામાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો : છત્તીસગઢમાં નક્સલવાદીઓએ 9 વાહનો ફુંક્યા

દુર્ગપાલ : 24 એપ્રિલ 2017

સુકમા જિલ્લાના દુરપાલ પાસે માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આક્રમણમાં 25 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળના જવાનો માર્યા ગયા હતા જ્યારે રસ્તાના બાંધકામમાં સુરક્ષાની વચ્ચે જમી રહ્યા હતા.

છત્તીસગઢ દાંતેવાડામાં પેસેન્જર ટ્રેન પર નક્લવાદીઓનો હુમલો

દરભા : 25 મે 2013

બસ્તરની દરભા ખીણમાં માઓવાદી આ હુમલામાં આદિજાતિ નેતા મહેન્દ્ર કર્મ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ નંદકુમાર પટેલ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિદ્યાચરણ શુક્લા સહિત 30 લોકો માર્યા ગયા હતા.

ધોડાઈ : 29 જૂન 2010

નારાયણપુર જિલ્લાના ધોઈ ખાતે માઓવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો. આ હુમલામાં 27 પોલીસ જવાન શહીદ થયા છે.

દાંતેવાડા : 17 મે 2010

માઓવાદીઓએ દાંતીવાડાથી સુકમા જતી પેસેન્જર બસમાં સિક્યુરિટી બસમાં હુમલો કર્યો હતો, જેમાં 12 ખાસ પોલીસ અધિકારીઓ સહિત 36 લોકો માર્યા ગયા હતા.

તાડમેટલા : 6 અપ્રિલ 2010

CRPF ના જવાનો બસ્તરના તડમેટલામાં શોધખોળ કરવા નીકળ્યા હતા, જ્યાં શંકાસ્પદ માઓવાદીઓ દ્વારા લેન્ડમાઇન્સ લગાવીને માઓવાદીઓ 76 જવાનની હત્યા કરવામાં આવી હતી.

છત્તીસગઢ દાંતેવાડામાં પેસેન્જર ટ્રેન પર નક્લવાદીઓનો હુમલો

મદનવાડા :12 જૂલાઈ 2009

રાજનાંદગાંવના માનપુર વિસ્તારમાં માઓવાદીઓના હુમલાની બાતમી મળ્યા બાદ માઓવાદીઓએ પોલીસ અધિક્ષક વિનોદકુમાર ચૌબે સહિત 29 પોલીસ જવાનો પર હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો :નક્સલીઓએ બિછાવેલી મોતની સુરંગને સુરક્ષાદળોએ નિષ્ક્રિય કરી

ઉરપલમેટા : 9 જુવાઈ 2007

CRPF અને જિલ્લા પોલીસ દળ, માઓવાદીઓની શોધમાં એરાબોર સ્થિત બેઝ કેમ્પમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર માઓવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 23 પોલીસ જવાન શહીદ થયા હતા.

રાનીબોદલી : 15 માર્ચ 2007

બીજાપુરના રાણીબોદલીમાં પોલીસ કેમ્પની મધ્યરાત્રિમાં, માઓવાદીઓએ હુમલો કરી ભારે ગોળીબાર કર્યો હતો. આ પછી કેમ્પને બહારથી આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલામાં 55 પોલીસ જવાન શહીદ થયા છે.

ABOUT THE AUTHOR

...view details