રાયપુરઃ અમિત શાહ આજે બસ્તર પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ શાહની મુલાકાત પહેલા જ બસ્તરમાં નક્સલવાદીઓ સક્રિય થઈ ગયા છે. શાહની મુલાકાતનો સતત વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં નક્સલવાદીઓની હિંસા ઘણી વધી ગઈ છે. રોજેરોજ નક્સલવાદીઓ એક અથવા બીજી ઘટનાને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં સુકમામાં નક્સલવાદીઓનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં ગણવેશધારી નક્સલવાદીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં એક મહિલા નક્સલીએ અમિત શાહની બસ્તર મુલાકાત સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે સવાલ એ થાય છે કે, નક્સલવાદીઓ કેન્દ્રીય ગૃહપ્રધાનની બસ્તર મુલાકાતનો વિરોધ કેમ કરી રહ્યા છે. આ જાણવા માટે ETV ભારતએ નક્સલ નિષ્ણાત શુભાંશુ ચૌધરી સાથે વાત કરી.
આ પણ વાંચો:Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પહેલા અમિત શાહે ગાંધીનગર જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી
શુભાંશુ ચૌધરીએ શું કહ્યું: નક્સલ નિષ્ણાત શુભાંશુ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લી વખત અમિત શાહ 3 એપ્રિલ, 2021ના રોજ બીજાપુર નક્સલી હુમલામાં શહીદ થયેલા 22 જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે છત્તીસગઢ આવ્યા હતા. તે દરમિયાન તેમણે નક્સલીઓને 6 ઈંચ નીચે દફનાવી દેવાની વાત કરી હતી. શરૂઆતથી જ સમસ્યાના ઉકેલની વાત કરી હતી.પરંતુ આ વખતે તેઓ શું કહે છે, તે જોવાનું રહેશે. શું કેન્દ્ર સરકાર માત્ર હિંસાથી જ હિંસા પર નિયંત્રણનો માર્ગ અપનાવશે કે કેન્દ્રના વલણમાં કોઈ ફેરફાર થશે. આ બધું અમિત શાહની મુલાકાત પરથી સમજાશે