- મલિકના જમાઈએ ફડણવીસના ખોટા આરોપો બદલ કાનૂની નોટિસ મોકલી તેમજ રૂ.5 કરોડની માંગણી કરી
- નવાબ મલિક અને તેના સંબંધીઓની આવી કુલ પાંચ મિલકતો પકડીઃ દેવેન્દ્ર ફડણવીસ
- દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં નકલી નોટોનું રેકેટ ચલાવતા હતાઃ નવાબ મલિકે
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતા નવાબ મલિકના જમાઈએ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને બદનક્ષી સાથે ખોટા આરોપો બદલ કાનૂની નોટિસ મોકલી છે. આ સાથે માનસિક ત્રાસ, પીડા તેમજ આર્થિક નુકસાન પેટે રૂ.5 કરોડની માંગણી કરવામાં આવી હતી.
ફડણવીસે મલિક પર આ આરોપો લગાવ્યા હતા
ભૂતકાળમાં, દેવેન્દ્ર ફડણવીસે(BJP leader Devendra Fadnavis) આરોપ મૂક્યો હતો કે નવાબ મલિક અને તેના પરિવારના સભ્યોએ એક દાયકા પહેલા 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટના કેસમાં બે દોષિતો સાથે જમીનનો સોદો કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, અમે નવાબ મલિક અને તેના સંબંધીઓની આવી કુલ પાંચ મિલકતો પકડી છે. આમાંથી ચાર સંપૂર્ણ અંડરવર્લ્ડ એન્ગલ ધરાવે છે. મારી પાસે પુરાવા છે, હું તે અધિકારીઓને આપીશ અને તેઓ તેની તપાસ કરશે. હું આ તમામ પુરાવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને પણ આપવાનો છું, જેથી તેમને પણ ખબર પડે કે તેમના મંત્રીઓએ શું ખવડાવ્યું છે.