ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ - કિરણ ગોસાવીની ધરપકડ

મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે કિરણ ગોસાવીની ધરપકડ (kiran gosavi arrested)ના સંબંધમાં કહ્યું કે આર્યન ખાનને NCB કાર્યાલય લઇ જવા વાળો શખ્સ આજે જેલના સળીયા પાછળ છે.

નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને  NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ
નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન: આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ

By

Published : Oct 29, 2021, 12:23 PM IST

  • નવાબ મલિકનું વિસ્ફોટક નિવેદન
  • આર્યનને NCBઓફિસ લઈ જવા વાળો શખ્સ જ જેલના સળીયા પાછળ
  • હવે એ જ અદાલતનો દરવાજો ખખડાવી રહ્યો છે: નવાબ મલિક

મુંબઇ: કાર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ (aryan khan drugs case)માં મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે ફરી એક વખત ટિપ્પણી કરી છે. જણાવી દઇએ કે આ કેસમાં NCBએ કિરણ ગોસાવી (kiran gosavi)ને મુખ્ય સાક્ષી બનાવ્યા છે. જેની પુણે પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. ધરપકડ 2018ના છેતરપીંડિના કેસમાં થઇ છે.

આ પણ વાંચો:સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો

ગોસાવીની ધરપકડ (kiran gosavi arrested)ને લઇને નવાબ મલિકે શુક્રવારે કહ્યું હતુ કે સ્થિતિ સંપૂર્ણ બદલાઇ ગઇ છે. આર્યન ખાનને ઘસડીને NCB કાર્યાલય લઇ જવા વાળો શખ્સ આજે જેલના સળીયા પાછળ છે. મલિકે કહ્યુ કે આ એજ વ્યક્તિ છે, જે સુનિશ્ચિત કરતો હતો કે આર્યન ખાન અને અન્યને જામીન ન મળે. હવે એ જ અદાલતનો દરવાજો ખખડાવી રહ્યો છે. જ્યારે મન્નતના રાજકુમારને જામીન મળી ગયા છે.

આ પણ વાંચો:Drugs case:કિરણ ગોસાવીની ધરપકડ કરવા પુણે પોલીસની ટીમ લખનઉ રવાના

આ પણ વાંચો:સમીર વાનખેડેના પ્રથમ લગ્ન અંગે નવાબ મલિકનો સનસનીખેજ દાવો

ABOUT THE AUTHOR

...view details