- પ્રધાન અને NCP નેતા નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ સામે ફોડ્યો હાઈડ્રોજન બોમ્બ
- દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની ખંડણીમાં સામેલ છે : નવાબ મલિક
- દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી નોટોનું કામ ચાલી રહ્યું હોવાનો આરોપ
મુંબઈ મહારાષ્ટ્ર : પ્રધાન અને NCP નેતા નવાબ મલિકે આજે બુધવારે પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ હજારો કરોડની ખંડણીમાં સામેલ છે અને મુખ્યપ્રધાન રહીને તેમણે અંડરવર્લ્ડના લોકોને મોટા હોદ્દા પર બેસાડ્યા હતા. મલિકે કહ્યું કે, દેશમાં પાંચ વર્ષ પહેલા નોટબંધી થઈ હતી. દેશમાં 2000 અને 500ની નકલી નોટો પકડાવા લાગી, પરંતુ મહારાષ્ટ્રમાં એક વર્ષમાં નકલી નોટનો એક પણ કેસ નોંધાયો નથી, કારણ કે દેવેન્દ્ર ફડણવીસના આશ્રય હેઠળ નકલી નોટોનું કામ ચાલી રહ્યું હતું.
નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ
તેમણે કહ્યું કે 8 ઓક્ટોબર, 2017ના રોજ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) પર દરોડા પાડ્યા હતા, જેમાં 14.56 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ હતી, પરંતુ જપ્તીમાં 8.80 લાખ રૂપિયા બતાવવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો. નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું. મલિકે કહ્યું કે, નકલી ચલણનો કારોબાર બાંગ્લાદેશમાં ISI-પાકિસ્તાન-દાઉદ દ્વારા ફેલાયેલો છે.
ફડણવીસના અને સમીર વાનખેડે સાથે સારા સંબંધો
તેમણે કહ્યું કે, ફડણવીસના NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સાથે સારા સંબંધો છે, તેથી તેઓ તેમને બચાવવા માટે કામ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યું કે, મુખ્યપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે અંડરવર્લ્ડના ઘણા લોકોને પદો પર મૂક્યા છે. મલિકે પૂછ્યું, 'તમે નાગપુરના ગુંડા મુન્ના યાદવને આ પદ કેમ આપ્યું ? બાંગ્લાદેશી હૈદર આઝમને ભારતીય નાગરિક બનાવવાનું કામ ફડણવીસે કર્યું અને તેમને પદ આપ્યું. વધુમાં મલિકે પૂછ્યું કે, 'તમારા કહેવા પર આખા મહારાષ્ટ્રમાં વસૂલીનું કામ થઈ રહ્યું હતું કે નહીં ? શું તે બિલ્ડરો પાસેથી વસૂલાત હતી કે નહીં ?'
હાજી અરાફાતના ભાઈને બચાવવાનું કામ કર્યું છે: નવાબ
આ ક્રમમાં નવાબ મલિકે કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ, કહો રિયાઝ ભાટી કોણ છે? તે નકલી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો. રિયાઝ બધા પ્રોગ્રામમાં તમારી સાથે કેમ દેખાય છે ? દેશના વડાપ્રધાનના કાર્યક્રમમાં કેવી રીતે હાજરી આપી ? રિયાઝ ભાટીએ વડાપ્રધાન સાથે ફોટો પડાવ્યો હતો. તેમણે કહ્યું, 'ફડણવીસે નકલી ચલણના કેસને હળવો કરવાનું અને હાજી અરાફાતના ભાઈને બચાવવાનું કામ કર્યું છે.'
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો