પણજી : ભારતીય નૌકાદળના ફાઇટર એરક્રાફ્ટના રૂટિન ટેક-ઓફ પહેલા મંગળવારે બપોરે ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર ટેક્સીવે પર ટાયર ફાટ્યું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે MiG-29K એરક્રાફ્ટ ટાયર ફાટવાને કારણે ટેક્સીવે પર ફસાઈ ગયું, પરંતુ કોઈને ઈજા થઈ નથી. આ ઘટનાના પરિણામે અધિકારીઓએ સાંજે 4 વાગ્યા સુધી એરપોર્ટ રનવેને કામગીરી માટે બંધ કરી દીધો હતો, જેના કારણે મુસાફરોની ફ્લાઇટ સેવાઓને અસર થઈ હતી.
ડાબોલિમ એરપોર્ટ પર નૌકાદળના MiG-29K એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું, મુસાફરોની ફ્લાઈટ પ્રભાવિત - undefined
ભારતીય નૌકાદળના MiG-29K એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું હતું. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ પેસેન્જર ફ્લાઈટને તેના કારણે અસર થઈ છે.
Published : Dec 26, 2023, 6:21 PM IST
MiG-29K એરક્રાફ્ટનું ટાયર ફાટ્યું :નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'વિમાનનું ટાયર ત્યારે ફાટ્યું જ્યારે તે તેની નિયમિત ઉડાન પહેલા ટેક્સીવે પર હતું. ફાયર બ્રિગેડ અને અન્ય સેવાઓના કર્મચારીઓને તાત્કાલિક ત્યાં મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સિંગલ-પાયલોટ એરક્રાફ્ટને ટેક્સીવેથી દૂર ખસેડવામાં આવશે. અધિકારીએ ઘટનાનો સમય જાહેર કર્યો ન હતો.
કોઇ જાનહાની થઇ નથી : દક્ષિણ ગોવા જિલ્લામાં સ્થિત ડાબોલિમ એરપોર્ટ INS હંસ નૌકાદળનો એક ભાગ છે. આ સુવિધાનો ઉપયોગ નૌકાદળના વિમાન દ્વારા દિવસના ચોક્કસ સમયે કરવામાં આવે છે. ડાબોલિમ એરપોર્ટના ડાયરેક્ટર એસવીટી ધનંજયે જણાવ્યું હતું કે, 'ઘટનાના પરિણામે એરપોર્ટનો રનવે સાંજે 4 વાગ્યા સુધી કામગીરી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 10 ફ્લાઈટની સેવા પ્રભાવિત થઈ હતી. કેટલીક ફ્લાઈટોને મોપાના મનોહર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.