- માઉન્ટ ત્રિશૂલ ફતેહ કરવા નિકળ્યા હતા નૌસેનાના જવાનો
- હિમસ્ખલન થતા નૌસેનાના 10 જવાનો થયા હતા ગુમ
- સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમ દ્વારા 10 પૈકી 5 જવાનોને બચાવી લેવાયા
ચમોલી: માઉન્ટ ત્રિશૂલ (Mount Trishul) ફતેહ કરવા દરમિયાન હિમસ્ખલન (Avalanche) થતા ભારતીય નૌસેના (Indian Navy) નું પર્વતારોહી દળ તેની ચપેટમાં આવી ગયું છે. જેમાં 10 પર્વતારોહી ગુમ થયા હતા. નહેરૂ પર્વતારોહણ સંસ્થાન (Nehru Institute of Mountaineering) પરથી કર્નલ અમિત બિષ્ટના નેતૃત્વમાં એક રેસ્ક્યૂ ટીમ ચમોલીથી માઉન્ટ ત્રિશૂલ ખાતે મોકલવામાં આવી હતી. જેમણે 10 પૈકી 4 જવાનોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.