અમદાવાદ:હિંદુ ધર્મ અનુસાર, તહેવારો પર કળશ સ્થાપનાને (shardiya navratri kalash sthapana) ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કળશમાં દેવી-દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ હોવાનું કહેવાય છે. તેને સુખ-સમૃદ્ધિ અને મંગલ કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં કળશની સ્થાપના દ્વારા શક્તિનું આહ્વાન કરવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.આવો જાણીએ આવતીકાલે કેટલા વાગે ગરબાની સાથોના કરવી અને કેવી રીતે ગરબાનું પૂજન કરવું જોઈએ.
જાણો નવરાત્રીમાં ઘટની સ્થાપના કયારે કરવી અને ક્યા છે શ્રેષ્ઠ મુહૂર્ત ગરબાના સ્થાપનાનું શુભ મુહૂર્ત: હિન્દૂ ધર્મમાં રીત રિવાજ મુજબ અલગ અલગ રીતે સ્થાપના કરવામાં આવતી હોય છે.નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે 26 સપ્ટેમ્બર ને સોમવારેના રોજ સવારે વૈધૃતીયોગ હોવાથી સવારે 6:40 થી 8 વાગ્યા સુધીમાં (navratri kalash sthapana time 2022) સ્થાપના કરી શકાય છે.આ ઉપરાંત બપોરના સમયના મુહૂર્તની વાત કરવામાં આવે તો 12:10 થી 12:50 સુધી સ્થાપના કરી શક્કય છે.
પૂજામાં માટે સાધન સામગ્રી: નવરાત્રીના પ્રથમ દિવસે ગરબાની સ્થપના કરવામાં આવે છે. અને તેની પૂજા કરવામાં આવે છે.તો પૂજામાં એક લાલ સ્થાપન,ગંગાજળ, આસોપાલવ પાન, સોપારી,હળદર, ચોખા,કંકુ, એક રૂપિયાનો સિક્કો,નાળિયેર વગેરે સામગ્રીની જરૂરી પડે છે.
કળશની સ્થાપના કેવી રીતે કરવી: કળશને મંદિરની ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત (navratri kalash sthapana vidhi) કરવો જોઈએ. સૌથી પહેલા સ્થાપનાની જગ્યા પર ગંગા જળ છાંટીને તેને પવિત્ર કરી નાખવી. ત્યારબાદ લાકડાની ચૌકી પર સ્વસ્તિક બનાવીને કળશ સ્થાપિત કરો. કળશમાં આંબાના પાન મૂકી તેમાં પાણી કે ગંગાજળ ભરી લો. તેમાં સિક્કા, સોપારી, દુર્વા, હળદરનો ગઠ્ઠો મૂકો. કળશના મુખ પર લાલ કપડાથી વીંટેલું નારિયેળ રાખો.
પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો: કળશ સ્થાપનાની સાથે સાથે અખંડ દીવો પણ રાખવામાં આવે છે. કળશ સ્થાપના બાદ પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો. લાલ ફૂલ અને ચોખા હાથમાં લઈને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો અને મંત્ર જાપ કરો અને માતાના ચરણોમાં ફૂલ અને ચોખા ચઢાવો.આ આવી રીતે પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે.