- કળશની સ્થાપના સાથે જ નવરાત્રિની શરૂઆત થાય છે
- નવરાત્રિમાં કળશની સ્થાપના અત્યંત મહત્વની છે
- કળશની સ્થાપના શક્તિની દેવીનું આહ્વાન છે
ન્યુઝ ડેસ્ક : નવરાત્રિમાં કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. કળશની સ્થાપના સાથે જ નવરાત્રિની શરૂઆત થાય છે. કળશની સ્થાપના શક્તિની દેવીનું આહ્વાન છે. એવું માનવામાં આવે છે કે, ખોટા સમયે કળશ સ્થાપના કરવાથી માતાજી નારાજ થઈ શકે છે. અમાવસની રાત્રે કળશની સ્થાપના કરવાની મનાઈ છે. કળશ સ્થાપિત કરવા માટેનો સૌથી શુભ સમય નવરાત્રીની જે દિવસે શરૂઆત થાય છે, તે વહેલી સવારનું મુહૂર્ત સારુ હોય છે. જો કોઈ કારણોસર તમે તે સમયે કળશ સ્થાપિત કરી શકતા નથી, તો પછી તમે તેને અભિજીત મુહૂર્તમાં પણ સ્થાપિત કરી શકો છો. દરરોજનું આઠમું મુહૂર્ત તેને અભિજિત મુહૂર્ત કહેવાય છે. સામાન્ય રીતે તે 40 મિનિટનું હોય છે. જોકે, આ વખતે અભિજિત મુહૂર્ત ઘાટ સ્થાપન માટે ઉપલબ્ધ નથી.
કળશ સ્થાપનાની સામગ્રી
જ્યોતિષાચાર્ય અનિશ વ્યાસે જણાવ્યું કે, માં દુર્ગાને લાલ રંગ ગમે છે, તેથી માત્ર લાલ રંગના આસન જ ખરીદો. માટીનું વાસણ, જવ, માટી, પાણીથી ભરેલો કળશ, મોલી, એલચી, લવિંગ, કપૂર, રોલી, આખી સોપારી, આખા ચોખા, સિક્કા, અશોકના અથવા કેરીનાં પાંચ પાંદડા, નાળિયેર, ચુંદડી, સિંદૂર, ફળો, અને ફૂલોની માળા જરૂરી છે.