મુંબઈઃમહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા જ્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં હનુમાન ચાલીસા જોવા મળી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ઉદ્ધવ સરકારે અન્યાય કર્યો છે અને તેનો હિસાબ જનતા લેશે. રાણાએ એવો પણ પડકાર ફેંક્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં ગમે ત્યાંથી ચૂંટણી લડે, તે તેમની સામે ઊભા ( Rana challenge to uddhav Thackeray ) રહેશે.
આ પણ વાંચો :મુંબઈ પોલીસે સાંસદ નવનીત રાણાનો ભાંડો ફોડ્યો, કમિશ્નરે વીડિયો કર્યો જાહેર
મારી સામે જીતીને બતાવે :નવનીત રાણાએ કહ્યું કે, હું હનુમાન ચાલીસા વાંચવા (hanuman chalisa controversy) માટે 14 દિવસ તો શું, 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર છું. તેણીએ કહ્યું કે, હું મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પડકાર આપું છું કે, મહારાષ્ટ્રમાં ગમે ત્યાંથી મારી સામે જીતીને બતાવે. રાણાએ પ્રશ્ન કર્યો કે, શું ભગવાનનું નામ લેવું ગુનો છે ? તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેને વારસામાં ખુરશી મળી છે અને તેમણે અન્યાય કર્યો છે.
આ પણ વાંચો :2000 મહિલાઓ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરતા સાંસદ નવનીત રાણા
હનુમાન ચાલીસા વાંચવા બાબતે ધરપકડ :અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્પોન્ડિલાઈટિસની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવનીત રાણાના ડોક્ટરના જણાવ્યા અનુસાર શનિવારે સવારે તેમનો MRI ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાંસદ હાલમાં છાતી, ગળા અને શરીરના અન્ય ભાગોમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા. તેનું ફુલ બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન આવાસની બહાર હનુમાન ચાલીસા વાંચવાની તૈયારી કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. 13 દિવસ જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન મળ્યા હતા.