ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવજોત સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું, રાહુલ ગાંધીને મળ્યા બાદ લીધો નિર્ણય - પાર્ટી હાઈકમાન્ડ

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર નવજોત સિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu)એ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ સિદ્ધુએ કહ્યું કે, મેં મારી બધી ચિંતાઓ રાહુલ ગાંધી સામે રાખી છે. હાલ બધા પ્રશ્નો ઉકેલાય ગયા છે.

નવજોત સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું
નવજોત સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું

By

Published : Oct 16, 2021, 7:14 AM IST

  • નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે કરી બેઠક
  • બેઠક બાદ નવજોત સિદ્ધુએ રાજીનામુ પાછું ખેંચી લીધું હતું
  • 28 સપ્ટેમ્બરે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી આપ્યું હતું રાજીનામું

નવી દિલ્હી :દિલ્હી ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ નવજોત સિંહ સિદ્ધુએ બેઠક કરી હતી, આ બેઠક બાદ સિદ્ધુએ કહ્યું હતું કે, મે મારી ચિંતાઓ જણાવી હતી. તમામ બાબતો હવે ઉકેલાઈ ગઈ છે. પંજાબ માટે AICCના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે, તેમણે (સિદ્ધુએ) રાહુલ ગાંધી સાથે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. રાવતે કહ્યું કે, અમે તેમને (સિદ્ધુને) કહ્યું છે કે, અહીં તેમની ચિંતાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચી લેશે અને તેઓ PCC પ્રમુખ તરીકેની ફરજ બજાવશે.

પંજાબીઓને લગતી ચિંતાઓ પાર્ટી હાઈકમાન્ડ સુધી

રાજીનામાની જાહેરાત બાદ સિદ્ધુએ કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે 24 અકબર રોડ (કોંગ્રેસ હેડક્વાર્ટર) ખાતે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં પંજાબ સરકાર અને સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સર્વસંમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ચૂંટણી પહેલા, આખો પક્ષ એક સાથે મેદાને આવી શકે. બેઠક બાદ સિદ્ધુએ કહ્યું હતું કે, મેં પંજાબ અને પંજાબીઓને લગતી ચિંતાઓ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. મને કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી જી અને પ્રિયંકા ગાંધી જી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે જે પણ નિર્ણય લેશે, તે કોંગ્રેસ અને પંજાબના હિતમાં રહેશે. હું તેની સૂચનાઓનું પાલન કરીશ.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સિદ્ધુનો પત્ર

ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિદ્ધુએ કહ્યું હતું કે, તેઓ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી. કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી સિદ્ધુનું રાજીનામું સ્વીકાર્યું નથી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details