- પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા કરતારપુર કોરિડોર
- નવજોત સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા પોતાના 'મોટા ભાઈ'
- ભાજપના IT વિભાગના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટ કરી નવજોત સિંહની કરી ટિકા
ન્યૂઝ ડેસ્કઃ પંજાબ કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) પહોંચ્યા છે. અહીં તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને (Prime Minister of Pakistan Imran Khan) 'મોટા ભાઈ' (Big Brother) ગણાવ્યા હતા. તો આ મામલે હવે રાજકીય ગરમાવો આવ્યો છે. બીજી તરફ ભાજપના આઈટી વિભાગના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટ કરી નવજોતસિંહ સિદ્ધુની (Navjot Singh Sidhu) ટિકા કરી હતી. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના પ્રિય નવજોતસિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે. આ અગાઉ પણ તેઓ પાકિસ્તાનની આર્મીના વડા જનરલ બાજવાને (General Bajwa, Chief of the Pakistan Army) ભેટી ચૂક્યા છે.
આ પણ વાંચો-કૃષિ કાયદા રદ્દ થયા બાદ અમરિંદર સિંહના નિવેદનથી રાજકારણમાં ગરમાવો, BJP સાથે કામ કરશે!
સિદ્ધુએ નવા વિવાદને આપ્યો જન્મ