ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પંજાબ કોંગ્રેસના ઓફિશિયલ કેપ્ટન બન્યા નવજોત સિંહ સિદ્ધુ, CM અમરિન્દર સિંહને પગે લાગી લીધા આશીર્વાદ - પંજાબના મુખ્યપ્રધાનની નારાજગી

પંજાબમાં ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ (New President of Punjab Congress) બનાવવામાં આવ્યા છે. તો નવજોત સિંહ સિદ્ધુએ આજે કોંગ્રેસના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તે પહેલા પંજાબ ભવન પહોંચેલા મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને (Chief Minister Capt. Amarinder Singh) પગે લાગી સિદ્ધુએ આશીર્વાદ પણ લીધા હતા. આ સાથે જ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. મુખ્યપ્રધાનના આશીર્વાદ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદના શપથ લીધા હતા.

પંજાબ કોંગ્રેસના ઓફિશિયલ કેપ્ટન બન્યા નવજોત સિંહ સિદ્ધુ, CM અમરિન્દર સિંહને પગે લાગી લીધા આશીર્વાદ
પંજાબ કોંગ્રેસના ઓફિશિયલ કેપ્ટન બન્યા નવજોત સિંહ સિદ્ધુ, CM અમરિન્દર સિંહને પગે લાગી લીધા આશીર્વાદ

By

Published : Jul 23, 2021, 10:51 AM IST

Updated : Jul 23, 2021, 12:43 PM IST

  • પંજાબમાં ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે
  • નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Sidhu) પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ (New President of Punjab Congress) બનાવવામાં આવ્યા
  • નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહના આશીર્વાદ લઈ કાર્યભાર સંભાળ્યો


ચંદીગઢઃ પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Elections 2022)થી પહેલા કોંગ્રેસમાં ભારે વિવાદ થયો છે. આ તમામ વિવાદની વચ્ચે આજે સવારે 11 વાગ્યે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળ્યું છે. સિદ્ધુએ પદ સંભાળતા પહેલા મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને પગે લાગીને તેમના આશીર્વાદ પણ લીધા હતા.

અમરિન્દર સિંહ સમારોહમાં ઉપસ્થિત રહ્યા

આ પણ વાંચો-નવજોતસિંહ સિદ્ધુ બન્યા પંજાબ કોંગ્રેસના નવા 'કેપ્ટન'

મુખ્યપ્રધાન કોંગ્રેસ ભવન પહોંચતા બંને નેતાઓ વચ્ચેના વિવાદનો આવ્યો અંત

મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ (Chief Minister Capt. Amarinder Singh) પણ પંજાબ ભવન પહોંચ્યા હતા. તેવામાં જાણવા મળી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે જે વિવાદ હતો. તે પૂર્ણ થયો છે. નવજોત સિંહ સિદ્ધુના પદગ્રહણ પહેલા મુખ્યપ્રધાન અમરિન્દર સિંહે શુક્રવારે તમામ ધારાસભ્યો, સાંસદો અને અન્ય નેતાઓને ચા પીવા બોલાવ્યા હતા. તેમાં નવજોત સિંહ સિદ્ધુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-ક્રિકેટરથી રાજકારણી બનેલા સિધ્ધુ બની શકે છે કોંગ્રેસના આગામી પ્રદેશ અધ્યક્ષ

અમરિન્દર સિંહ સમારોહમાં ઉપસ્થિત રહ્યા

કોંગ્રેસ હાઈકમાન્ડે (Congress High Command) પહેલા જ નવજોત સિંહ સિદ્ધુના નામ પર મહોર લગાવી દીધી હતી. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરેન્દર સિંહ (Punjab Chief Minister Capt. Amarinder Singh)ની નારાજગી છતા તેમને આ જવાબદારી આપવામાં આવી છે. પાર્ટી સૂત્રોનું માનીએ તો કેપ્ટનને પગે લાગીને આશીર્વાદ લીધા પછી નવા અધ્યક્ષ સિદ્ધુએ તમામ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

Last Updated : Jul 23, 2021, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details