ચંદીગઢ : પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુની મુક્તિ પરનું સસ્પેન્સ આખરે તૂટી ગયું છે. વાસ્તવમાં નવજોત સિંહ સિદ્ધુએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ જાહેર કરીને માહિતી આપી છે કે, તેઓ જેલમાંથી બહાર આવી રહ્યા છે. જેલ પ્રશાસનની પુષ્ટિ બાદ આ માહિતી શેર કરવામાં આવી છે. હકીકતમાં, સિદ્ધુ 34 વર્ષ જૂના રોડ્રિગ્ઝ કેસમાં પટિયાલાની સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સજા કાપી રહ્યો હતો.
અગાઉ, 26 જાન્યુઆરીએ બહાર આવવાની ધારણા હતી :પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ 26 જાન્યુઆરી, 2023ના રોજ પટિયાલા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવવાની ધારણા હતી. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે 50 કેદીઓને મુક્ત કરવામાં આવનાર હતા. જેમાં નવજોત સિદ્ધુનું નામ સામેલ છે. તે સમયે અધિકારીઓએ કહ્યું હતું કે, નવજોત સિદ્ધુને સારા વર્તનને કારણે મુક્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ રિલીઝ ડેટ નક્કી થતાં જ પંજાબનું રાજકારણ ગરમાયું છે. સિદ્ધુની મુક્તિ પહેલા પંજાબ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ હતી. આ બધાની વચ્ચે નવજોત સિદ્ધુની રિલીઝ કેન્સલ કરવામાં આવી અને સસ્પેન્સ યથાવત છે.
આ પણ વાંચો :Punjab News: કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુ પટિયાલા જેલમાંથી થઈ શકે છે મુક્ત