- પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ડેરા બાબા નાનક પહોંચ્યા
- ડેરા બાબા નાનક ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલું છે
- ગુરુ નાનકના નામ પર આનું નામ ડેરા બાબા નાનક રાખવામાં આવ્યું છે
ચંદીગઢઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ગુરદાસપુરના ડેરા બાબા નાનક પર ભારત-પાકિસ્તાનની સીમાએ પહોંચ્યા છે. ડેરા બાબા નાનક કરતારપુર કોરિડોર (Dera Baba Nanak Kartarpur Corridor) માટે ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. ડેરા બાબા નાનક બંને દેશોની સીમાથી 1 કિલોમીટરના અંતરે અને રાવી નદીના પૂર્વીય કિનારા પર આવેલું છે. કહેવામાં આવે છે કે, નાનકના ભક્તોએ આ શહેરને બનાવ્યું હતું અને ગુરુ નાનકના નામ પર આનું નામ ડેરા બાબા નાનક રાખવામાં આવ્યું છે.
કરતારપુર સાહિબ કોરિડોરની લંબાઈ 4.1 કિલોમીટર છે