યુક્રેન: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine War) ભયાનક અસર હવે દેખાઈ રહી છે. બંને દેશો વચ્ચે બોમ્બ ધડાકામાં કર્ણાટકના હાવેરી જિલ્લામાં રહેતા એક ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત (Indian Student dies in Ukraine) થયું છે.આ ઘટના બાદ નવીનના એક મિત્રએ એક વિડીયો શેર (Naveens Friend Video Surfaced ) કર્યો છે.
Russia Ukraine War: ભારતીય વિદ્યાર્થી નવીનના મોત બાદ, તેના મિત્રએ કર્યો આ વિડીયો શેર આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થી હોમાયો, પરીવાર અને રાજકિય નેતાઓની આ બાબત પર શું છે પ્રતિક્રીયા ?
નવીનનું પડોશમાં મિસાઇલ ફાયરિંગને કારણે મૃત્યુ થયું
જેમાં તેને કહ્યું કે, મારું નામ લવકેશ કુમાર છે, હું ફાઇનલ યરનો વિદ્યાર્થી છું, મારા એક મિત્ર નવીનનું પડોશમાં મિસાઇલ ફાયરિંગને કારણે મૃત્યુ થયું હતું, અમે ભારત સરકાર પાસે વહેલી તકે માંગ કરીએ છીએ કે કૃપા કરીને અહીં ફસાયેલા બાળકોને વહેલી તકે બચાવો,કારણ કે અહીં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, અમને એ પણ ખબર નથી કે અમે પાછા આવીશું કે નહીં, આશા છે કે ભારત સરકાર ટૂંક સમયમાં કંઈક કરી શકે.
મૃતક વિદ્યાર્થીની ઓળખ નવીન તરીકે થઈ છે
કર્ણાટકના હાવેરી જિલ્લાનો રહેવાસી મૃતક વિદ્યાર્થીની ઓળખ નવીન તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ નવીન ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો. લગભગ 14,000 ભારતીય નાગરિકો હજુ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેનની રાજધાની છોડી દેવાની સલાહ આપી છે, કારણ કે રશિયન દળોના હુમલાઓને કારણે કિવમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. આજ સવાર સુધીમાં 1600થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો:યુક્રેનનો આરોપ - રશિયાએ કર્યો વેક્યૂમ બોમ્બનો ઉપયોગ, જાણો તે કેટલો ખતરનાક છે
કિવ પર હુમલો કરવાની તૈયારી
રશિયાની 75 ટકા સેના યુક્રેનમાં છે. અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ પણ આ આંકડાને ટાંક્યો છે. ડૉ જેક વોટલિંગ રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટમાં લેન્ડ વોરફેર અને મિલિટરી સાયન્સમાં રિસર્ચ ફેલો છે. તેમણે કહ્યું કે, રશિયન સૈનિકોનું એક મોટું જૂથ બેલારુસથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે અને કિવ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.