ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નૌગામ પોલીસે દારૂની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી - મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં નૌગામ પોલીસે ગેરકાયદે દારૂની તસ્કરી કરતા એક યુવકની ધરપકડ કરી છે. જોકે, ગુજરાત પોલીસની કસ્ટડીમાં ભાગીને આવેલો આ તસ્કર મધ્યપ્રદેશમાં રહીને ગુના કરતો હતો.

નૌગામ પોલીસે દારૂની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી
નૌગામ પોલીસે દારૂની તસ્કરી કરતા આરોપીની ધરપકડ કરી

By

Published : Mar 17, 2021, 11:35 AM IST

  • ગુજરાત પોલીસની કસ્ટડીમાંથી એક વર્ષ પહેલા ભાગ્યો હતો
  • છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાં રહેતો હતો
  • જે બાઈક પર દારૂની તસ્કરી કરતો હતો તે પણ ચોરીની હતી

આ પણ વાંચોઃઅમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ચરસ ઝડપાયું

ધારઃ નૌગામ પોલીસે ગેરકાયદે દારૂની તસ્કરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ સમગ્ર બાબતનો ખુલાસો કર્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા ગુજરાત પોલીસની કસ્ટડીમાંથી તે ભાગી ગયો હતો અને મધ્યપ્રદેશમાં રહેતો હતો.

આ પણ વાંચોઃબાઈકને મોડીફાય કરી કચરાની ગુણોમાં દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો

પોલીસે 1 લાખ સુધીનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસને બાતમી મળી હતી કે, એક યુવક બાઈકથી દારૂની હેરાફેરી કરી રહ્યો છે. ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આદિત્યપ્રતાપ સિંહની ટીમે આ યુવકની ધરપકડ કરી હતી. આરોપીનું નામ કેલુ ઉર્ફે કેલસિંહ (રહે. જોડવા, તિરલા) હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી જે બાઈક પર દારૂ લઈ જઈ રહ્યો હતો. તે પણ તેણે કેબલીપુર મનાવરમાંથી ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 60 હજારની દારૂ અને એક બાઈક કબજે કરી હતી.

ABOUT THE AUTHOR

...view details