જામનગર:જામનગરએ ક્રિકેટરોની ભૂમિ છે. જામનગરને ક્રિકેટનું કાશી કહેવામાં આવે છે. અહીંથી વિનુ માકડ સલીમ દુરાની જેમના નામે રણજી ટ્રોફી રમાય છે, તેવા જામ રણજીતસિંહ. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજય જાડેજા અને હાલના વિશ્વના નંબર વન ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ જામનગરની ભૂમિ પર ક્રિકેટ રમી રહ્યા છે. સિક્સરના બેતાજ બાદશાહ ગણાતા હતા ક્રિકેટર સલીમ દુરાની છેલ્લા 3 મહિનાથી પગના ફ્રેક્ચરના ઓપરેશન બાદ એમની તબિયત નાજુક રહેતી હતી. સલીમ દુરાની દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારવામાં માહેર હતા. તેઓ ઇંગ્લેડમાં ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોએ સમગ્ર મેદાનમાં સિક્સર સિક્સરના નારા લાગ્યા ત્યારે એક એક બોલ પર સિક્સ મારી સૌને આચાર્યમાં મૂકી દીધા હતા.
ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ:વાતચીતવિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર સલીમ દુરાની જામનગરમાં રહેતા અને ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ ધરાવતાં અને આજના યુવા ક્રિકેટરો માટે પણ દ્રષ્ટાંત રૂપ અને સિકસરના શહેનશાહ ગણાવાયેલા સલીમ દુરાની જામનગર ખાતે ગેલેકસી ટોકીઝ સામે ધણશેરીની ખાડમાં રહે છે. સમયાંતરે અચુક તેઓ ક્રિકેટ બંગલાની મુલાકાતે જાય છે. આજે પણ જયારે નવ લોહીયા ક્રિકેટરો દુરાની સાહેબને જુએે છે. ત્યારે એમની પાસે દોડી જાય છે અને અત્યંત માયાળુ સ્વભાવના કારણે તેઓ ખાસી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે. સલીમ દુરાની વિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર છે કે, જેમણે પોતાના કાળમાં સીકસરના શહેનશાહ તરીકેનું બિરૂદ મેળવ્યું હતું.
અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મ:11 ડીસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાનીને બે દિવસ બાદ જ એમના જન્મદિન નિમિતે 85 વર્ષ પૂર્ણ થશે અને 86 વર્ષમાં તેઓ પ્રવેશ કરશે. આમ તો સલીમ દુરાનીએ પોતાના ક્રિકેટ કાળમાં અનેક ઇતિહાસ રચ્યા છે. 13 વર્ષ સુધી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતાં અને 1964માં એમણે ભારતના પ્રથમ ક્રિકેટર તરીકે અર્જુન એવોર્ડ મેળવ્યો હતો.અર્જુન એવોર્ડથી સન્માનિત થયા છે દુરાનીવિશ્વ વિખ્યાત પૂર્વ ભારતીય ક્રિકેટર અને જામનગરના ઘરેણા સમાન સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમ વતી 29 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે. ક્રિકેટ ઉપરાંત તેઓએ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તેમની સફળ ક્રિકેટ કારર્કીદી બદલ ભારત સરકાર દ્વારા તેઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Arijit Touched Dhoni Feet: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કરતા સર્જાયો અદભૂત નજારો