- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં Sharad Pawar
- આગામી દિવસોમાં શરુ થઈ રહ્યું છે સંસદનું ચોમાસુ સત્ર
- બંને નેતાઓ વચ્ચે રાજનીતિક મુદ્દાઓ અંગે ચર્ચા થઈઃ સૂત્રો
નવી દિલ્હીઃ PM Modi અને Sharad Pawar આ બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાત થઈ છે. જોકે આ મુલાકાતમાં કયા મુદ્દાઓ અંગે વાતચીત થઈ છે તે વિશે કોઇપણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે સૂત્રોનું જણાવવું છે કે આ બંને નેતાઓ વચ્ચે રાજનીતિક મુદ્દાઓ પર વાતચીત થઈ છે.
આપને જણાવીએ કે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે શુક્રવારે શરદ પવાર અને એ કે એન્ટની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુખ્ય રક્ષા અધ્યક્ષ જમરલ બિપીન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણે પણ હાજર રહ્યાં હતાં.