- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ખેલાડીઓને અપાશે એવોર્ડ
- 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરાઈ હતી
- નીરજ ચોપરા સહિતનાઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અપાશે
નવી દિલ્હી :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક ખાસ આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2021 (National Sports Awards 2021) આપવામાં આવશે. યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા 2 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી.
રમતગમતમાં શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર
રમતગમતમાં શ્રેષ્ઠને ઓળખવા અને પુરસ્કાર આપવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ નીરજ ચોપરા (Neeraj Chopra) (એથ્લેટિક્સ), રવિ કુમાર (કુસ્તી), લવલીના બોર્ગોહેન (બોક્સિંગ), શ્રીજેશ પીઆર (હોકી), અવની લેખા (પેરા શૂટિંગ), સુમિત એન્ટિલ (પેરા-એથ્લેટિક્સ) સહિત 12 ખેલાડીઓને આપવામાં આવશે. આ યાદીમાં પ્રમોદ ભગત પેરા બેડમિન્ટન, કે કૃષ્ણા પેરા બેડમિન્ટન, મનીષ નરવાલ પેરા શૂટિંગ, મિતાલી રાજ ક્રિકેટ, સુનીલ છેત્રી ફૂટબોલ, મનપ્રીત સિંહ હોકીનો પણ સમાવેશ થાય છે.
પુરૂષ ટીમ અને મહિલા ટીમને અર્જુન પુરસ્કાર