ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારના વ્યર્થ વાટાઘાટોથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાશે: રાહુલ ગાંધી - રાહુલ ગાંધી રાષ્ટ્રીય સુરક્ષા ટ્વીટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકાર પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો હતો અને ચીન સાથેના તેમના વાટાઘાટને વ્યર્થ ગણાવ્યા હતા. ચાઈનાએ જાહેર કરેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સંગથી ચીને પોતાના સૈન્યને પાછું ખેંચવાનો ઇનકાર કરી દીધો છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

By

Published : Apr 19, 2021, 3:32 PM IST

  • રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો
  • ચીનના કરાયેલા કબ્જાઓ વ્યૂહાત્મક હિતો માટે જોખમી છે
  • ડિસેન્ગેજમેન્ટના વાટાઘાટો કેમ કરવામાં આવી રહ્યા છે?

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકાર પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો અને ચીન સાથેની તેની વાટાઘાટને વ્યર્થ ગણાવી.

રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ

તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે, ગોગરા-હોટ સ્પ્રિંગ્સ અને ડેપ્સસંગ મેદાનો અને DBO એરસ્ટ્રાઇપ પર કરાયેલો કબજો ભારતના વ્યૂહાત્મક હિતો માટે જોખમી છે". તેમણે કહ્યું, "GOI દ્વારા કરાતા વ્યર્થ વાટાઘાટોને કારણે રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાય છે. આપણુ રાષ્ટ્ર તેનાથી વધુ યોગ્યાતા ધરાવે છે. "જ્યારે રાહુલ ગાંધીને જાણ થઈ કે, પૂર્વ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સંગથી ચીને પોતાના સૈન્યને પાછું ખેંચવાનો ઇનકાર કર્યો છે, ત્યારે તેમણે આ ટ્વીટ કર્યુ હતું.

આ પણ વાંચો:ભારત અને ચીન વચ્ચે આજે કમાન્ડર-સ્તરની વાટાઘાટો, LAC પર તણાવ ઓછો કરવાનો કરાશે પ્રયાસ

કોંગ્રેસે કર્યા સરકારને સવાલ

રવિવારે કોંગ્રેસે સરકાર પાસે જવાબો માંગતા કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખના અન્ય ઘર્ષણના મુદ્દાઓમાં ચીન સાથેના ડિસેન્ગેજમેન્ટના વાટાઘાટોના પરિણામો કેમ મળ્યા નથી?તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંરક્ષણ પ્રધાન દ્વારા બાકી રહેલા ઘર્ષણના મુદ્દાઓ અંગેના દાવાઓ મુજબ ડિસેન્ગેજમેન્ટના વાટાઘાટો કેમ કરવામાં આવી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે લશ્કરી વાટાઘાટના તાજેતરની બેઠકમાં આગળ કોઈ પરિણામો જોવા મળ્યા નથી.

આ પણ વાંચો:ભારત અને ચીન વચ્ચે આ અઠવાડિયે કમાન્ડર સ્તરની વાતચીત થવાની શક્યતા

અન્ય ઘર્ષણોની પણ ચર્ચા કરવામાં આવી

ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, બંને પક્ષોએ પૂર્વી લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સંગના બાકીના ઘર્ષણ કેન્દ્રોમાં સૈન્યના છૂટા થવાની વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી અને જમીન પર સંયુક્ત રીતે સ્થિરતા જાળવવા સંમત થયા હતા. કોઈપણ નવી ઘટનાઓ ટાળવા નિરાકરણ લવાયું ન હતું.

ABOUT THE AUTHOR

...view details