- રાષ્ટ્રીય સંત ઋષભચંદ્ર વિજયજી મહારાજનું મોડી રાત્રે નિધન
- મધ્યપ્રદેશના મોહનખેડામાં સંત ઋષભ ચંદ્રજીની અંતિમવિધિ કરાઈ
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ
ઉજ્જૈન(મધ્યપ્રદેશ): રાષ્ટ્રીય સંત ઋષભચંદ્ર વિજયજી મહારાજ (National Saint Rishabh Chandra Vijay Ji Maharaj)નું મોડી રાત્રે નિધન થયું હતું. આ બાદ, આજેં ગુરુવારે બપોરે 3 વાગ્યે મોહનખેડામાં જ સંત ઋષભ ચંદ્રજીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આચાર્યનો જન્મદિવસ 4 જૂને આવે છે. આથી, આ દરમિયાન તેમના અનુયાયીઓ સંતશ્રીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં આવ્યા હતા. મહારાજ સાહેબે વર્ષ 2012માં નાગદામાં ચાતુર્માસ કર્યા હતા. ત્યારે, દેશની અનેક હસ્તીઓએ 4 મહિના સુધી ચાલેલી ચાતુર્માસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમને રાષ્ટ્રીય સંતની પદવી પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:દેશને અમેરિકન મકાઈનો સ્વાદ ચખાડનારા વલ્લભ કુકડીયાનો કોરોનાએ ભોગ લીધો
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય સંત ઋષભ ચંદ્ર વિજયજી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હત. મુખ્યપ્રધાને ટ્વિટ કરીને લખ્યું છે કે, શ્રી મોહનખેડા મંદિરના પ્રખ્યાત સંત, પરમ પૂજ્ય, શ્રી ઋષભ દેવ મહારાજજીએ તેમના ભૌતિક શરીરને ત્યજી દીધો છે. તેઓ ધર્મ, સેવા અને કલ્યાણની પુણ્ય જ્યોત હતા. તેમના પરોપકારી વિચારો આપણને માનવતા અને ધર્મની સેવા કરવા પ્રેરણા આપશે, તેના આશીર્વાદ હંમેશા રહે! વિનમ્ર શ્રદ્ધાંજલિ!
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ આ પણ વાંચો:દરભંગા: સાયકલ ગર્લ જ્યોતિના પિતા મોહન પાસવાનનું હાર્ટ એટેકથી નિધન
ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આપી શ્રદ્ધાંજલિ
મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ રાષ્ટ્રીય સંત ઋષભચંદ્ર વિજયજી મહારાજનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, શ્રી મોહનખેડા જૈન તીર્થના જાણીતા સંત પૂજ્ય શ્રી ઋષભદેવ સુરીજી મહારાજને દેવલોક પામ્યાની માહિતી મળી છે. તેમનું જીવન માનવ સેવા અને કરુણાને સમર્પિત અને સંકલ્પિત રહ્યું છે. આવા પુણ્ય આત્માને વિનમ્ર શ્રદ્ધાંજલિ.
ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આપી શ્રદ્ધાંજલિ