ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ ગામના તળાવમાં તૈયાર થઈ રહ્યા છે રાષ્ટ્રીય સ્તરના તરવૈયા - સ્વિમિંગના નેશનલ ખેલાડી

છત્તીસગઢમાં દુર્ગનું પુરઈ ગામને તરવૈયાઓનું ગામ કહેવું ખોટું નહીં હોય. કારણ કે, અહીં દરેક ઘરમાંથી એક તરવૈયો નીકળે છે. અહીંના બાળકો નેશનલ લેવલે પણ રમી ચૂક્યા છે. હવે આ તરવૈયાઓનું સપનું છે ઓલિમ્પિકમાં રમવાનું. જો આ બાળકોને પ્રોત્સાહન મળશે તો તેઓ છત્તીસગઢની સાથે સાથે દેશનું નામ પણ રોશન કરશે.

છત્તીસગઢ ગામના તળાવમાં તૈયાર થઈ રહ્યા છે રાષ્ટ્રીય સ્તરના તરવૈયા
છત્તીસગઢ ગામના તળાવમાં તૈયાર થઈ રહ્યા છે રાષ્ટ્રીય સ્તરના તરવૈયા

By

Published : Mar 25, 2021, 1:35 PM IST

  • છત્તીસગઢમાં દુર્ગનું પુરઈ ગામ તરવૈયાના ગામ તરીકે પ્રખ્યાત
  • પુરઈ ગામમાં દરેક ઘરમાંથી નીકળે છે એક તરવૈયો
  • આમાંથી કેટલાક બાળકોએ સ્વિમિંગમાં કારકિર્દી બનાવી

આ પણ વાંચોઃતરવૈયાઓ માટે ખુશ ખબર, 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પૂલ ખુલશે

દુર્ગઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લા કાર્યાલયથી 12 કિલોમીટર દૂર પુરઈ ગ્રામ પંચાયતને આજે તરવૈયાઓના ગામ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામમાં દરેક ઘરમાંથી એક તરવૈયો નીકળે છે. સવાર સાંજ અહીં તળાવમાં બાળકો તરવાની તાલીમ લેતા રહે છે. અહીંના બાળકો તરવૈયાઓએ પ્રદેશની સાથે સાથે દેશમાં પણ પોતાની પ્રતિભાનો ડંકો વગાડી તરવૈયા તરીકે પોતાની કારકિર્દી બનાવી છે.

આ પણ વાંચોઃપોરબંદરમાં રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાશે: દેશભરના તરવૈયા ઓ સમુદ્ર સાથે બાથ ભીડશે

બાળકોની પ્રતિભા જોઈ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ અચંબામાં

ગામના ડોંગિયા તળાવમાં 80 બાળકો સ્વિમિંગનો કરિશ્મા બતાવી રહ્યા છે. તેમની પ્રતિભા જોઈને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમ પણ અચંબિત થઈ ગઈ છે. પુરઈ ગામના બાળકો રાષ્ટ્રીય સ્તરે પણ સ્વિમિંગ કરી ચૂક્યા છે.

બાળકોનો જુસ્સો જોઈ SAIની ટીમ પહોંચી પુરઈ ગામ

ગામના બાળકોનો આવા જુસ્સાની જાણ જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના થઈ તો તેમની ટીમ પુરઈ ગામ પહોંચી હતી. ટીમ ગામના આવા નાના બાળકોનું સ્વિમિંગ જોઈને 12 બાળકોની પસંદગી કરી હતી. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એકેડમીમાં લેવામાં આવ્યા છે. આમાંથી 8 છોકરા અને 4 છોકરી છે. આ તમામની ઉંમર 10થી 15 વર્ષની વચ્ચે છે. ત્રણ વર્ષ સુધી ગુજરાતના SAI એકેડમીમાં આ બાળકોએ સ્વિમિંગની ટ્રેનિંગ લીધી. લૉકડાઉન પછી તમામ લોકો તળાવમાં રોજ પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે આ બાળકોનું સપનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.

ABOUT THE AUTHOR

...view details