કેરલ : ULCC (Uralungal Labor Contract Co-operative Society)કામદારોએ એક અજગર અને તેના ઇંડાને માટીના ખાડામાં જોયા જ્યારે તેઓ હાઇવે એક્સટેન્શન પર કામ કરી રહ્યા હતા. તેથી તેઓએ ઇંડાને બચાવવા(save python egg) માટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને છિદ્રની વિગતવાર તપાસ કરી અને જાણવા મળ્યું કે, અજગરના ઇંડા છે. જો તે તબક્કે ઇંડાને ત્યાંથી દૂર કરવામાં આવે તો તેને નુકસાન થઈ શકવાની સંભાવના હતી અને ULCCએ આ વિસ્તારમાં કામ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કાસરગોડના DFO દિનેશ કુમારે ઈંડાને નુકસાન ન પહોંચે તેના માટે કંપની કામ રોકવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો - યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાના વિવાદમાં યુવકનું ઢીમ ઢાળ્યુ