ગુજરાત

gujarat

ETV Bharat / bharat

National Herald Case : કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, કારણ છે કંઇક આવું... - A press conference was held on ED summons

ED દ્વારા સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને એક નોટિસ ફટકારવવામાં આવી(Notice was given to Congress leaders by the ED) છે. આ બાબતને લઇને કોંગ્રેસના નેતા સચિન પાયલટે લખનૌમાં ED સમન્સને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી(A press conference was held on ED summons) હતી.

National Herald Case
National Herald Case

By

Published : Jun 12, 2022, 6:29 PM IST

નવી દિલ્હીઃનેશનલ હેરાલ્ડ કેસમાં(National Herald case) EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અનેક વખત સમન્સ પાઠવ્યા(Notice was given to Congress leaders by the ED) છે. હવે કોંગ્રેસ આ મુદ્દે આજે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી(A press conference was held on ED summons) રહી છે. આ સિવાય કોંગ્રેસે પણ આ માટે ઘણી તૈયારીઓ કરી છે, જેમાં વિરોધ પ્રદર્શન અને ED ઓફિસ સુધી માર્ચ પણ સામેલ છે. અલગ-અલગ રાજ્યોમાં પાર્ટીના તમામ નેતાઓને પ્રેસ કોન્ફરન્સની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન કોંગ્રેસના તમામ નેતાઓ સરકારી એજન્સીઓની કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરશે.

આ પણ વાંચો - સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

આ નેતાઓને સોંપાઇ જવાબદારી - કોંગ્રેસના નેતા સચિન પાયલટ ED સમન્સને લઈને લખનઉથી, રાયપુરમાં વિવેક તનખા, સિમલામાં સંજય નિરુપમ, ચંદીગઢમાં રંજીત રંજન, અમદાવાદમાં પવન ખેડા, દેહરાદૂનમાં અલકા લાંબા, પટનામાં નાસિર હુસૈન, ગોવામાં મધુ ગૌર જે રાજ્યોમાં રાષ્ટ્રીય નેતાઓ નહીં પહોંચે ત્યાં સ્થાનિક નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.

સચિન પાયલોટે PC મા શું કહ્યું - કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન સચિન પાયલોટે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ED અને CBI જેવી એજન્સીઓનો દુરુપયોગ કરીને કોંગ્રેસના નેતાઓને ફસાવવાનું કાવતરું કરી રહી છે. ભારત સરકારની સૌથી ફેવરિટ એજન્સી EDએ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા છે. આવતીકાલે એટલે કે 13 જૂને રાહુલ ગાંધી સમન્સનો જવાબ આપવા હાજર થશે. એજન્સીની સ્વતંત્રતા નિષ્પક્ષ હોવી જોઈએ. આરોપ છે કે છેલ્લા સાત-આઠ વર્ષમાં આવી કોઈ એજન્સી નથી, એવી કોઈ વ્યવસ્થા નથી, જેનો દુરુપયોગ ન થયો હોય.

આ પણ વાંચો - મોહમ્મદ પયગંબર વિરૂદ્ધ ટિપ્પણી કરવાના કેસમાં આખરે નુપુર અને જિંદાલને પોલીસનું તેડુ

માર્ચ ED ઓફિસ સુધી રહેશે - આ સિવાય કોંગ્રેસ સોમવારે દેશભરમાં પ્રદર્શન પણ કરશે. EDની કાર્યવાહી સામે આ પ્રદર્શન કરવામાં આવશે. દિલ્હીમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ સાંસદ રાહુલ ગાંધી સાથે ED ઓફિસ સુધી માર્ચ કરશે. આજે અલકા લાંબા દહેરાદૂનમાં સ્ટેટ ઑફિસમાં બપોરે 12:15 વાગ્યે PC કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નસીર હુસૈન રાજ્ય કૉંગ્રેસ મુખ્યાલય સદકત આશ્રમ પટનામાં બપોરે 2 વાગ્યે PC કરી હતી. સચિન પાયલટે બપોરે 3 વાગ્યે 10-માલ અવેન્યુ સ્થિત પાર્ટી ઓફિસમાં PC કરી હતી.

સોનિયા-રાહુલને આવ્યું તેડું -એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ જારી કરીને નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. સોનિયાને અગાઉ 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કોરોનાવાયરસથી સંક્રમિત હોવાથી, તેણે તેના માટે ED પાસે નવી તારીખ માગી હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ 13 જૂને પૂછપરછ થઈ શકે છે. રાહુલને અગાઉ 2 જૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે વિદેશ પ્રવાસે હોવાથી તેણે નવી તારીખ માગી હતી. EDએ તેને 13 જૂને સમન્સ પાઠવ્યા છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details