- આજે 7માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી
- જાણો શું છે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું મહત્વ
- શા માટે ખાસ છે હેન્ડલૂમ ઉદ્યોગ
ન્યુઝ ડેસ્ક: દેશમાં 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવે છે, તેની પાછળ એક ખાસ મહત્વ છે. 1905માં આ દિવસે સ્વદેશી ચળવળ શરૂ કરવામાં આવી હતી અને આ દિવસે સ્વદેશી ચળવળ ઔપચારિક રીતે કોલકાતાના ટાઉન હોલમાં જાહેર સભામાં શરૂ કરવામાં આવી હતી. આની યાદમાં ભારત સરકાર દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરે છે. નેશનલ હેન્ડલૂમ ડેનું ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નઈમાં મદ્રાસ કોલેજના શતાબ્દી કોરિડોર પર કરવામાં આવ્યું હતું, ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. 7 મી ઓગસ્ટ 2021 એટલે કે આજે 7 મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું મહત્વ
ભારતમાં હેન્ડલૂમ ક્ષેત્ર સમય જતાં સૌથી મહત્વપૂર્ણ કુટીર વેપાર તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલૂમ વણકરો કપાસ, રેશમ અને ઉન જેવા શુદ્ધ રેશાઓનો ઉપયોગ કરીને માલ બનાવી રહ્યા છે. નેશનલ હેન્ડલૂમ ડેનું આયોજન કરવાનું પ્રાથમિક લક્ષ્ય ભારતના સામાજિક-આર્થિક સુધારામાં હેન્ડલૂમના યોગદાનને પ્રકાશિત કરવાનું છે. દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે પર સરકાર દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેથી વણકરોને કામના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવે જો કે ગત વર્ષે કોરોનાને કારણે તેની અસર થઈ હતી, પરંતુ આ વખતે ઘણી જગ્યાએ આ પ્રકારના વર્કશોપ યોજવામાં આવી રહ્યા છે.
શા માટે ખાસ છે હેન્ડલૂમ ?