હૈદરાબાદ: ભારતમાં 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day in India on 23rd December) ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં ખેડૂતોના યોગદાન માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ દિવસ ફક્ત 23 ડિસેમ્બરે જ ભારતમાં કેમ ઉજવવામાં આવે છે? (FARMER DAY WHY IS IT CELEBRATED) વાસ્તવમાં, આ ખાસ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા તરીકે ઓળખાતા ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ (Birth anniversary of Chaudhary Charan Singh) પર દર વર્ષે ઉજવવામાં આવે છે. ભારતીય ખેડૂતોની સ્થિતિ સુધારવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને જાય છે. પોતે એક ખેડૂત હોવાને કારણે ખેડૂતોની સમસ્યાઓ અને પરિસ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હતા, તેથી તેમણે ખેડૂતો માટે ઘણા સુધારા કર્યા.
સબસિડી આપવામાં આવે છેઃદેશની પ્રગતિમાં ખેડૂતોની મુખ્ય ભૂમિકા છે, તેથી ખેડૂતોને સન્માન મળવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો છે. આ અવસર પર દેશમાં ખેડૂતોની જાગૃતિથી અનેક પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.