નવી દિલ્હી: PM મોદીએ કહ્યું કે, આજે લગભગ 8 કરોડ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, કોન્કલેવ (National Conclave On Natural Farming)ની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પડશે. વડાપ્રધાને કહ્યું કે, આજનો દિવસ કૃષિ ક્ષેત્ર, કૃષિ અને ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, "મેં દેશભરના ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી પરના રાષ્ટ્રીય સંમેલનમાં ચોક્કસપણે જોડાવા વિનંતી કરી હતી." PMએ કહ્યું કે, "આજે દેશના દરેક ખૂણેથી લગભગ 8 કરોડ ખેડૂતો ટેકનોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે."
ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આઝાદી પછીના દાયકાઓમાં દેશમાં જે રીતે ખેતી થઈ, જે દિશામાં તેનો વિકાસ થયો તે આપણે બધાએ ખૂબ નજીકથી જોયું છે." તેમણે કહ્યું કે, "હવે આઝાદીના 100મા વર્ષ સુધીની આપણી સફર નવી જરૂરિયાતો, નવા પડકારો અનુસાર ખેતીને અનુકૂલિત કરવાની છે." તેમણે કહ્યું કે, "બિયારણથી લઈને બજાર સુધી ખેડૂતની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવામાં આવ્યા છે." PMએ કહ્યું કે, "માટી પરીક્ષણથી લઈને સેંકડો નવા બીજ, PM કિસાન સન્માન નિધિ (pm kisan samman nidhi)થી લઈને ખર્ચના દોઢ ગણા MSP સુધી, સિંચાઈના મજબૂત નેટવર્કથી લઈને કિસાન રેલ (kisan rail scheme) સુધી, સરકારે ઘણાં પગલાં લીધાં છે."
રસાયણોના વિકલ્પો પર કામ કરવાનું છે
PMએ કહ્યું કે, "કૃષિની સાથે ખેડૂતોને પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્યપાલન અને સૌર ઉર્જા, બાયો ફ્યુઅલ જેવા આવકના ઘણા વૈકલ્પિક સ્ત્રોતો (alternative forms of farming in india) સાથે સતત જોડવામાં આવી રહ્યા છે." તેમણે કહ્યું કે, "ગામડાઓમાં સ્ટોરેજ, કોલ્ડ ચેઈન અને ફૂડ પ્રોસેસિંગ પર ભાર આપવા લાખો કરોડની જોગવાઈ કરવામાં આવી છે." તેમણે કહ્યું કે, "એ વાત સાચી છે કે હરિયાળી ક્રાંતિમાં રસાયણો અને ખાતરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આપણે સાથે સાથે તેના વિકલ્પો પર કામ કરતા રહેવાનું છે." PMએ કહ્યું કે, "તમે બીજથી લઈને માટી સુધીની દરેક વસ્તુને કુદરતી રીતે ટ્રીટ કરી શકો છો."