ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે બકરી ઈદ, વડાપ્રધાન સહિત દિગ્ગજોએ આપી શુભેચ્છા - બકરી ઈદ મુબારક

દેશભરમાં આજે ઈદ-ઉલ-અજહા (Eid-Ul-Adha) એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. કોરોના મહામારીને કારણે લોકો સામુહિક ભીડથી બચતા બકરી ઈદની ઉજવણી કરી રહ્યાં છે. આ દિવસ કુર્બાની તરીકે પણ ઓળખાય છે. ઇસ્લામી માન્યતાઓ અનુસાર રમજાનના બે મહિના બાદ કુર્બાનીનું પર્વ બકરી ઈદ ઉજવવામાં આવે છે. ત્યારે બકરી ઈદ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ શુભેચ્છા આપી હતી.

bakrid celebration
bakrid celebration

By

Published : Jul 21, 2021, 11:41 AM IST

Updated : Jul 21, 2021, 12:16 PM IST

  • સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે બકરી ઈદ
  • વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ આપી શુભેચ્છા
  • બકરી ઈદમાં કોરોના ગાઈડલાઈન્સ કરાઈ જાહેર

હૈદરાબાદ: કોરોના સંકટ વચ્ચે આજે દેશ ઈદ-ઉલ-અજહા (Eid-Ul-Adha) નો તહેવાર ઉજવાઈ રહ્યો છે. બકરી ઈદના પર્વ નિમિત્તે આજે લોકો નમાજ પઢવા માટે મસ્જિદોમાં ઉમટી રહ્યા છે. જો કે, આ વચ્ચે કોરોના ગાઈડલાઈન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. કેટલાક રાજ્યોએ આ નિમિત્તે કડક વલણ અપનાવતા ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. તેમજ બકરી ઈદ નિમિત્તે રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજોએ શુભેચ્છા આપી હતી.

આ પણ વાંચો: બકરી ઈદની કુર્બાની માટે પુત્રની જેમ ઘરે જ તૈયાર કર્યો 130 કિલોનો બકરો

બુધવારે સવારે અમૃતસર, દિલ્હીની જામા મસ્જિદ સહિત અનેક રાજ્યોની મસ્જિદોમાં લોકો નમાઝ પઢવા માટે એકઠા થયા હતા.

રાષ્ટ્રપતિએ પાઠવી ઈદની શુભેચ્છા

આ વિશેષ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપવાની પ્રક્રિયા પણ ચાલુ છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ટ્વિટ કરીને અભિનંદન આપ્યા હતા. રાષ્ટ્રપતિએ લખ્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક! ઇદ-ઉલ-અજહા પ્રેમ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કરવાનો અને સમાવિષ્ટ સમાજમાં એકતા અને ભાઈચારો માટે સાથે મળીને કામ કરવાનો ઉત્સવ છે. ચાલો આપણે કોવિડ -19 સામે નિવારક પગલાં અપનાવીને સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને બકરી ઈદ પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ અભિનંદન પાઠવ્યા છે.

ઈદ-ઉલ-અજહા (Eid-Ul-Adha)ના દિવસે સામાન્ય રીતે બકરાની કુર્બાની આપવામાં આવે છે. માટે તેને દેશમાં બકરી ઈદ પણ કહેવામાં આવે છે. આ દિવસે બકરાને અલ્લાહ માટે કુર્બાન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રક્રિયાને ફર્ઝ-એ-કુર્બાન પણ કહેવામાં આવે છે.

કુર્બાનીનું મહત્વ

બકરી ઈદને ઈદ-ઉલ-અજહા અથવા તો ઈદ-ઉલ-જુહા પણ કહેવામાં આવે છે. તે રમઝાન ઈદના 70 દિવસ પછી ઉજવવામાં આવે છે. આજે નમાઝ બાદ બકરાની બલિ ચઢાવવામાં આવે છે. બલિદાનનું માંસ ત્રણ ભાગોમાં વહેચવામાં છે. જેનો એક ભાગ ગરીબોને આપવામાં આવે છે, બીજો ભાગ મિત્રો અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. તો ત્રીજો ભાગ પોતાને માટે રાખવામાં આવે છે.

આ પણ વાંચો: દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ

કેમ ઉજવવામાં આવે છે બકરી ઇદ

બકરી ઇદની ઉજવણી પાછળ મુસ્લિમોનું માનવું છે કે, પૈગંબર ઇબ્રાહિમની કઠિન પરીક્ષા કરવામાં આવી હતી. આ માટે અલ્લાહે તેને તેમના પુત્ર પૈગમ્બર ઇસ્માઇલની કુર્બાની આપવા કહ્યું હતું. આ પછી ઇબ્રાહિમ હુકમનું પાલન કરવા તૈયાર થયો હતો. ત્યારે પુત્રના બલિદાન પહેલાં અલ્લાહે તેના હાથ રોકી દીધા હતા. આ પછી તેમને ઘેટાં અથવા બકરાની જેવા પ્રાણીનું કુર્બાની આપવા જણાવવામાં આવ્યું હતું. તે દિવસથી લોકો બકરી ઇદની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસે પોતાના પ્રિય બકરાની કુર્બાની આપવાનો રિવાજ પણ છે.

કોરોના ગાઇડલાઇનનુું પાલન

કોરોના મહામારીના લીધે આ વર્ષે પણ લોકોને ઘરે-ઘરે બકરી ઇદની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે. નમાઝ ઘરેથી જ અદા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ કોરોનાને કારણે બકરી ઇદની ઉજવણીમાં ભંગાણ પડ્યું હતું. સરકાર અને લોકો કોરોના ગાઇડલાઇનનેે અનુસરીને બકરી ઇદનો તહેવાર ઉજવવામાં છે.

Last Updated : Jul 21, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details