- કર્ણાટકના પ્રદીપને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ સ્થાન
- રાષ્ટ્રગીતને ચોકના 17 ટુકડામાં કોતરીને રેકોર્ડ બનાવ્યો
- રાષ્ટ્રગીતને દોરવામાં 18 કલાકનો લાગ્યો હતો સમય
કર્ણાટક: રાજ્યના હોન્નાવારા તાલુકના ગેરુસોપ્પા-બાસકુલીનો રહેવાસી પ્રદીપ મંજુનાથ નાઈકે ચોક પર રાષ્ટ્રગીત કોતરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યુ છે.
આ કામ માટે લાગ્યા હતા 6 દિવસ
આ સિદ્ધિ ગેરુસોપ્પા-બાસકુલીના રહેવાસી પ્રદીપ મંજુનાથ નાયક દ્વારા પ્રાપ્ત કરી છે. હોન્નાવર તાલુકાની એસડીએમ કોલેજમાંથી સ્નાતક થયા પછી, હવે તેઓ કારાવરના બાડામાં શિવાજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી બી.એડ કરી રહ્યા છે. પ્રદિપ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં કહે છે કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સનો જોયા પછી, મેં પણ આવા રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું. તે પછી મેં રાષ્ટ્રગીત અને તેના લેખક રવીન્દ્રનાથ ટાગોરને ચોક પર કોતર્યા અને ટાગોરની તસ્વીર બનાવતા 6 દિવસ લાગ્યા હતા.
ચોકના 17 ટુકડામાં કોતરવામાં 18 કલાક લાગ્યાં