હૈદરાબાદ: નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની EDએ પૂછપરછ કરવા પગલાં લીધા છે. જેના કારણે દેશના ભરના અનેક રાજ્યમાં ચોમાસું સીઝનમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાંથી કોંગ્રેસ EDએ કરેલી આ કાર્યવાહીનો વિરોધ (Gujarat Congress Protest At Ahmedabad) કરવામાં આવ્યો હતો. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ (GMDC Ground Ahmedabad) ખાતે કોંગ્રેસના કાર્યરક્તા, આગેવાન તથા મોટાકદના નેતાઓ (ED Office At Ahmedabad) પહોંચી ગયા હતા. GMDC ગ્રાઉન્ડ પર કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો છે. જેમાં કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરની (Congress leader virji Thummar) તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા હતા. વાવડ એવા પણ છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પોલીસ વચ્ચે તણખા પણ ઝરી ગયા હતા.
રાહુલ ગાંધી સામે EDના કેસમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, અ'વાદમાં કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ આ પણ વાંચો:ભવિષ્યમાં ભારતને હથિયાર માટે બીજા પર નિર્ભર નહી રહેવું પડે: રાજનાથસિંહ
રાહુલ ગાંધી હાજર: તપાસ એજન્સી ED સામે રાહુલ ગાંધી હાજર થયા હતા, જેના વિરોધમાં દેશવ્યાપી વિરોધ થયો હતો. ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદમાં માનવ મંદિર વિસ્તારમાં આવેલી EDની કચેરી સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન મુદ્દે GMDC ગ્રાઉન્ડ પર પોલીસ ટીમે કેટલીક જગ્યાઓ પર બેરિકેટ ગોઠવી દીધા હતા. DCP, ACP સહિતનો પોલીસ કાફલો ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત થાય એ પહેલા જ વીરજી ઠુમ્મર ગ્રાઉન્ડ પર ઢળી પડ્યા હતા. ભાજપ નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે, ભાજપે સત્તાનો ખોટો ઉપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. પહેલા રાઉન્ડમાં રાહુલ ગાંધીની ત્રણ કલાક પૂછપરછ કરાઈ હતી.
રાહુલ ગાંધી સામે EDના કેસમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, અ'વાદમાં કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ અમે કોઈ આતંકવાદી નથી:વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. અમે કોઈ આતંકવાદી નથી. આ લોકશાહી નથી. આ પોલીસ અંગ્રેજોની નીતિ અનુસાર વર્તન કરી રહી છે.
રાહુલ ગાંધી સામે EDના કેસમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, અ'વાદમાં કાર્યકર્તા-પોલીસ વચ્ચે ઘર્ષણ લોકોનો અવાજ નહીં દબાય: વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, આ ભાજપ CBI લાવી, ED લાવી. અરે જે લાવવું હોય એ લાવો પણ આ પ્રજાનો અવાજ કોઈ દબાવી નહીં શકે
પરિસરમાં રામધૂન:કોંગ્રેસના કાર્યકર્તાઓએ EDની માનવમંદિર પાસે આવેલી કચેરીના પરિસરમાં રામધૂન બોલાવીને ભાજપ સામે સુત્રોચ્ચાર કર્યા છે. પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની પરિસરમાંથી અટકાયત કરી લીધી હતી. બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના સમર્થનમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. દિલ્હી પોલીસે કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. દિલ્હીના અકબર રોડ તરફ જતા રસ્તાઓ પર બેરિકેટ મૂકી દીધા હતા. દિલ્હીના આ સમગ્ર વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દીધી હતી. અબ્દુલ કલામ રોડ પર આવેલી દિલ્હીની ED ઑફિસમાં રાહુલ ગાંધી હાજર થયા હતા.
આ પણ વાંચો:પ્રયાગરાજ હિંસા: અટાલા મોટી મસ્જિદ ઇમામ અલી અહેમદની ધરપકડ, 23 અન્ય આરોપીઓની પૂછપરછ
આ નેતાઓની અટકાયત: કોંગ્રેસના મહાસચીવ કેસી વેણુગોપાલ, મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા, નેતા હરીશ રાવત અને અન્ય નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. એ પછી નેતા પ્રિયંકા ગાંધીએ તુગલક રોડ પોલીસ સ્ટેશને જઈને અટકાયતમાં જે નેતાઓ-કાર્યકર્તાઓ હતા એની મુલાકાત લીધી હતી. સુરજેવાલાએ દાવો કર્યો કે, સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઊતરે એ પહેલા દિલ્હી પોલીસે કેટલાક નેતાને નજરકેદ કરી લીધા હતા. રવિવાર રાતથી ધરપકડ શરૂ થઈ ગઈ હતી. આ લડાઈ યથાવત રહેશે.
યુપીમાં પોસ્ટર પ્રદર્શન: ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં અશોક માર્ગ પર આવેલી EDની કચેરીએ કોંગ્રેસના નેતાઓએ ઘેરાવ કર્યો હતો. યુપી પોલીસે કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કોંગ્રેસ મહાસચીવ શરદ મિશ્રાએ કહ્યું હતું કે, આ ભાજપની ખોટી પોલીસી છે. પોલીસે આરાધના મિશ્રા અને નસીમુદ્દિનને નજરેકદ કરીને ખોટું કર્યું છે. એટલું જ નહીં છત્તીસગઢના મુખ્યપ્રઘાન ભૂપેશ બઘેલની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. ભૂપેશ બઘેલે કહ્યું કે, કેન્દ્ર સરકાર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી રહી છે. પોતાના માણસોને બચાવવાના આ પગલાં છે. કેન્દ્ર વિપક્ષના અવાજને દબાવવા માટે પ્રયાસ કરે છે. રાયપુરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન EDની કચેરી સામે નારેબાજી કરાઈ હતી.