નાસિક (મહારાષ્ટ્ર): શાલીમાર એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં નાશિક રોડ રેલવે સ્ટેશન પર આગ લાગી હતી. આગ લાગી તે 4 ડબ્બાઓ પાર્સલના હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આના(Shalimar Express caught fire at railway station ) કારણે મુસાફરોમાં ભારે અસમંજસ પ્રસરી હતી.
નાસિક રેલવે સ્ટેશન પર શાલીમાર એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં લાગી આગ - નાશિક રોડ રેલવે સ્ટેશન
શાલીમાર એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં નાશિક રોડ રેલવે સ્ટેશન પર આગ લાગી હતી. આગ લાગી તે 4 ડબ્બાઓ પાર્સલના હોવાથી કોઈ જાનહાનિ થઈ (Shalimar Express caught fire at railway station )ન હતી. જોકે, આના કારણે મુસાફરોમાં ભારે અસમંજસ પ્રસરી હતી. દરમિયાન, આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
પેસેન્જર બોગીને કોઈ અસર થઈ નથી:મધ્ય રેલ્વેએ માહિતી આપી હતી કે આ ઘટના સવારે 8.43 વાગ્યે બની હતી અને પેસેન્જર બોગીઓ આગથી પ્રભાવિત થઈ નથી. મધ્ય રેલવેએ જણાવ્યું હતું કે, "નાસિક નજીક શાલીમાર એલટીટી એક્સપ્રેસના લગેજ ડબ્બામાં આગની જાણ કરવામાં આવી હતી. ટ્રેનમાંથી સામાનનો ડબ્બો અલગ થઈ ગયો હતો. પેસેન્જર બોગીને કોઈ અસર થઈ નથી,"
સુરક્ષિત રીતે ફરી શરૂ થશે:સેન્ટ્રલ રેલ્વે (મુંબઈ) ના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) એ જણાવ્યું હતું કે, "એન્જિનની બાજુમાં આવેલ લગેજ કમ્પાર્ટમેન્ટ/પાર્સલ વાનને ટ્રેનમાંથી અલગ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ટ્રેન સુરક્ષિત રીતે ફરી શરૂ થશે." આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.(Nashik Road railway station )