નાસિક:મહારાષ્ટ્રમાં હજુ પણ જાતિ પંચાયત (caste panchayat verdict ) અસ્તિત્વમાં છે અને તે અન્યાયી નિર્ણયો લઈ રહી છે. નાશિક જિલ્લાના સિન્નરમાં જાતિ પંચાયતે ઘૃણાસ્પદ ચુકાદો આપ્યો છે. આ પંચાયતમાં મહિલાને તેનો પક્ષ રાખ્યા વગર છૂટાછેડાનો (Divorce on phone Call) એકપક્ષીય નિર્ણય આપવામાં આવ્યો હતો. એક રૂપિયાના વળતર મુદ્દે પંચાયતમાં છૂટાછેડાનો નિર્ણય લેવાયો હતો. આવા સંજોગોમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું કાયદા કરતાં જ્ઞાતિ પંચાયતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :બ્રાહ્મણ યુવતીએ જ્ઞાતિ-ધર્મ વિનાનું સર્ટિફિકેટ મેળવવા હાઈકોર્ટમાં કરી અરજી, ગુજરાતનો પ્રથમ કિસ્સો
જ્ઞાતિ પંચાયત દ્વારા નિર્ણય : સિન્નરની રહેવાસી અશ્વિની નામની મહિલાના લગ્ન લોનીમાં (અહમદનગર જિલ્લો) રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેણીને સાસરિયાના ઘરે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણી તેના મામાના ઘરે પરત આવી હતી. તે પરત ન આવતી જોઈને તેના પતિએ તેને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું હતું. આ માટે તે કાયદાકીય જોગવાઈઓનો આશરો લીધા વિના મામલો પંચાયતમાં લઈ ગયો હતો. આ બાદ લોનીમાં વૈદુ સમુદાયની (Vaidu community) જ્ઞાતિ પંચાયત બોલાવવામાં આવી હતી. મહિલાને પંચાયતમાં પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવવામાં આવી ન હતી. તેણીની ગેરહાજરીમાં, જાતિ પંચાયતે મહિલાને પૂછ્યા વિના ફોન પર છૂટાછેડાની જાહેરાત કરી દીધા હતા. આ દરમિયાન, સસરાએ મહિલાને વળતર તરીકે 1 રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું.
આ પણ વાંચો :ખોટા આદિવાસીને નહીં મળે આદિજાતિ પ્રમાણપત્ર, આદિજાતિ પ્રધાનનું મહત્વનું નિવેદન
મહિલાને ફરિયાદ કરતા રોકી : મહિલાના પતિએ પણ બીજા લગ્ન કરી લીધા છે. આરોપ છે કે જાતિ પંચાયતે મહિલાને પોલીસ સ્ટેશન જવાથી રોકી હતી. તે જ સમયે, તેના પતિએ તેની પ્રથમ પત્નીને કાયદેસર રીતે છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કર્યા છે. તેથી મહિલા જાતિ પંચાયતના વિરોધને તોડીને કાયદાકીય લડાઈ લડવા તૈયાર છે. હવે તે પતિ, તેના પરિવારના અન્ય સભ્યો અને જાતિ પંચાયત સામે ફરિયાદ નોંધાવશે.