ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓટોપાયલટ સિસ્ટમમાં ખામીને કારણે નાસિક જતી સ્પાઈસજેટની દિલ્હી પરત ફરી - ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું

દિલ્હીમાં એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. સ્પાઈસ જેટની એક ફ્લાઈટને મધ્ય હવામાં ઓટોપાયલોટ સિસ્ટમમાં ખામીના કારણે દિલ્હી પરત ફરવું પડ્યું હતું. આ ફ્લાઈટે દિલ્હીથી નાસિક માટે ઉડાન ભરી હતી. Nashik bound SpiceJet flight returns to Delhi, autopilot system malfunction, flight made emergency landing

ઓટોપાયલટ સિસ્ટમમાં ખામીને કારણે નાસિકથી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ દિલ્હી ફરી પરત
ઓટોપાયલટ સિસ્ટમમાં ખામીને કારણે નાસિકથી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ દિલ્હી ફરી પરત

By

Published : Sep 1, 2022, 1:59 PM IST

નવી દિલ્હીઃસ્પાઈસ જેટની ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીઓ સતત સામે આવી રહી છે. ફરી એકવાર મોટી દુર્ઘટના બનતા ટળી છે. નવી દિલ્હીથી નાશિક જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને 'ઓટોપાયલટ'માં ખામીને (autopilot system malfunction) કારણે અધવચ્ચે જ દિલ્હી પરત ફરવું (Nashik bound SpiceJet flight returns to Delhi) પડ્યું હતું. સ્પાઈસજેટ B737 ફ્લાઈટ SG 8363 એ સવારે 6:54 વાગ્યે દિલ્હીથી નાસિક માટે ટેકઓફ કર્યું હતું.

આ પણ વાંચોNIAએ દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ કર્યું જાહેર

નાસિકથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી પરત ફરીઆ પહેલા પણ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવી સમસ્યાઓ સામે આવી છે, જે બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈનને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. આ વખતે પણ ઘણી બેદરકારી જોવા મળી છે. મધ્ય હવામાં ઓટોપાયલોટ સિસ્ટમની નિષ્ફળતાને કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે.

આ પણ વાંચોકસ્તુરબા હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી

ફ્લાઈટનું ઈમરજન્સી કર્યું લેન્ડિંગDGCA અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પાઈસજેટ B737 માં 'ઓટોપાયલટ' ખામી (autopilot system malfunction) જોવા મળી હતી, ત્યારબાદ ફ્લાઈટનું દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (flight made emergency landing) કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, બોઇંગ 737 પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું છે. અગાઉ જુલાઈમાં એવિએશન વોચડોગે કહ્યું હતું કે, સ્પાઈસજેટ સુરક્ષિત, કાર્યક્ષમ અને ભરોસાપાત્ર હવાઈ સેવાઓ આપવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. બાદમાં તેણે એરલાઇનને તેની મહત્તમ 50 ટકા ફ્લાઇટ્સ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details