- અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી
- NASAએ મંગળ પર એન્જિન્યૂટી હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું
- લેન્ડિંગ બાદ મંગળ પર પહેલી રાત સફળતાપૂર્વક પસાર કરી
ન્યૂઝ ડેસ્કઃ માર્સ મિશન અંતર્ગત અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ વધુ એક પગલું આગળ વધાર્યું છે. મંગળની ધરતી પર NASAએ એન્જિન્યૂટી હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યા બાદ મંગળ પર પહેલી રાત સફળતાપૂર્વક પસાર કરી છે. આ સાથે જ આ બીજા ગ્રહની ધરતી પર ઉતરનારું પહેલું રોટરક્રાફ્ટ બની ગયું છે.
આ પણ વાંચોઃનાસાએ મંગળ ગ્રહ પર મોકલામાં આવેલ હેલીકોપ્ટરની તસવીર બહાર પાડી
મંગળ પર એક રાત પસાર કરવી એ NASAની મોટી સફળતા
NASAએ આ અંગે જણાવ્યું હતું કે, એન્જિન્યૂટી માર્સ હેલિકોપ્ટરે લાલ ગ્રહ મંગળ પર એક રાત પસાર કરી લીધી છે, જે NASA માટે મોટી સફળતા છે. મંગળની ધરતીનું તાપમાન -130°F (-90°C) સુધી નીચે જઈ શકે છે. આ હેલિકોપ્ટરને માર્સ પર્સિવરન્સ રોવરના પેટની નીચે કવર કરીને મંગળ પર મોકલવામાં આવ્યું હતું. કાંગારુઓના બચ્ચાઓની જેમ અમે આને રોવરના પેટમાં સંતાડ્યું હતું.
આ પણ વાંચોઃનાસાએ મંગળ ગ્રહ પરથી રોવરની લેન્ડિંગનો વીડિયો અને ફોટો જાહેર કર્યો
મંગળ પર સૌર ઊર્જાનો અભાવ
એન્જિન્યૂટી માર્સ હેલિકોપ્ટર આગળ જઈને સૌર ઊર્જાથી ચાર્જ થશે, જે મંગળ પર ધરતીની તુલનામાં ઓછી છે, પરંતુ આમાં હાઈટેક સોલર પેનલ લાગેલી છે, જે આ કામ સરળ કરશે. જોકે, પછી તેનું તાપમાન ઓછું રાખવામાં આવશે, જેથી બેટરી વધારે ન વપરાય. અમારી ટીમ ફક્ત હેલિકોપ્ટર કેવી રીતે ચાલી રહ્યું છે તે જ નહીં જોવે, પરંતુ આની સોલર પેનલ, બેટરીની હાલત અને ચાર્જને પણ ચેક કરશે. આગામી કેટલાક દિવસ સુધી અનેક ટેસ્ટ કરવામાં આવશે.