ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાઇકની સ્પીડ પર સાપે મારી બ્રેક, ફફડી જાય એવી ઘટના - snake entered in bike speed meter motorcycle

મધ્ય પ્રદેશના બરહાતા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઝેરી સાપ બાઇકના સ્પીડ મીટરની અંદર (Snake in bike speed meter) બેઠો છે. આ જોઈને બાઇકના માલિકને પણ આશ્ચર્ય થયું કે સ્પીડ મીટરમાં સાપ કેવી રીતે ઘુસ્યો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી

બાઇકની સ્પીડ પર સાપે મારી બ્રેક, ફફડી જાય એવી ઘટના
બાઇકની સ્પીડ પર સાપે મારી બ્રેક, ફફડી જાય એવી ઘટના

By

Published : Oct 18, 2022, 6:55 PM IST

મધ્યપ્રદેશ:ક્યારેક એવી ઘટનાઓ બને છે જેને જાણીને નવાઈ તો લાગે પણ આશ્ચર્ય પણ એટલું જ થાય. એવામાં સાપના સમાચાર આવે એટલે રીતસરનું ફફડી જવાય. આવીજ ડ એક ઘટના બની છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના જિલ્લામાં. જ્યાં એક સાપ બાઈકના મીટર બોર્ડમાં બેસી જતા ફફડાટ વ્યાપી ગયો હતો. નરસિંહપુર (Snake in bike speed meter) જિલ્લાના ગોટેગાંવ તાલુકાના બરહાતા ગામની કોલોની મોહલ્લામાં રહેતા નઝીર ખાનના ઘરની છે. તેઓ હીરો હોન્ડા બાઇક રાત્રે ઘરની બહાર પાર્ક કરી હતી. જેમાં એક નાગ મીટર કાચની અંદર ઘુસી ગયો (Nag meter penetrated inside the glass) હતો.

મીટરમાં કાચઃનઝીર ખાન સવારે બાઇક લઈને કામ પર ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે બાઇકમાં ફફડાટનો અવાજ આવી રહ્યો હતો. તેણે જોયું કે બાઇકમાં સાપનો અવાજ આવી રહ્યો છે, પરંતુ સાપ ક્યાંય દેખાતો નથી. તેણે ધ્યાનથી જોયું તો સાપ બાઇકના મીટર કાચની અંદર વિંટોળાઇને બેઠો હતો. આ જોઈને યુવક ચોંકી ગયો અન તેણે પરિવાર સહિત અન્ય લોકોને જાણ કરી હતી. લોકોએ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાઇકનો મીટર કાચ તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ધીમે ધીમે કોઇક રીતે સાપને બહાર કાઢવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details