કર્ણાટક: દાવંગેરે જિલ્લાના ચન્નાગિરીમાં એક વ્યક્તિએ તેની પુત્રી માટે નવું ઘર બનાવ્યું અને તેનું નામ નરેન્દ્ર મોદી નિલય' (Shri Narendra Modi Nilaya) રાખ્યું. ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં રહેતી પોતાની પુત્રી માટે ચન્નાગીરીના ગૌદર હલેશે ઘર બનાવ્યું છે. આ ઘર ચન્નાગિરીના કાગતુરુ રોડ પર બનેલ છે. ગૌદર હલેશે ઘરની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી છે. જેથી નવું ઘર હવે લોકોનું (Build house became a topic of discussion) આકર્ષણ બની ગયું છે.
આ પણ વાંચોઃLetter to PM Modi: પેટ્રોલ-ગેસ સિલિન્ડર હપ્તાથી આપવા ધોરાજીના યુવકની માગ, PMને લખ્યો પત્ર
ઉદઘાટન સમારોહ 03મી મેના રોજ યોજાશે -અમે નવા ઘરનું નામ 'સહ્યાદ્રી' અથવા 'શિવાજી' રાખવા માંગીએ છીએ. પરંતુ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક છું. તેથી મેં તેનું નામ ઘર માટે રાખ્યું,' ગૌદર હલેશે કહ્યું. નિવાસસ્થાનનો ઉદઘાટન સમારોહ 03મી મેના રોજ યોજાશે.
આ પણ વાંચોઃLata Mangeshkar award: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મુંબઈમાં પ્રથમ લતા મંગેશકર એવોર્ડ સ્વીકારશે
ઘર હવે ચર્ચાનો વિષય -પીએમ મોદીના નામનું આ ઘર હવે (big fan of pm narendra modi in Karnataka)ચર્ચાનો વિષય છે. સ્થાનિક લોકોની સાથે દૂર-દૂરથી લોકો પણ ઘરને જોવા માટે આવી રહ્યા છે. ઘરના મુખ્ય દરવાજા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી તસવીર છે. આ સાથે ઘર પણ આલીશાન બન્યું છે, જેમાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે.