પટના:બિહારમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે બીજેપી (BJP National Executive Meeting Concludes ) અત્યારથી જ કમર કસી ગઈ છે. ભાજપના તમામ મોરચાની બેઠકમાં અમિત શાહે પટનામાં કાર્યકર્તાઓ સાથે પ્રતિજ્ઞા લીધી કે 2024માં પણ નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ત્રીજી વખત મેદાનમાં ઉતરશે. આ સંદર્ભે ગૃહ પ્રધાન અને પૂર્વ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પટનામાં દેશભરના (Narendra Modi As BJP PM Candidate In 2024) પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંકલ્પ લીધો હતો.
આ પણ વાંચો:પાત્રા ચોલ કૌભાંડ: ED દ્વારા મોડી રાત્રે સંજય રાઉતની ધરપકડ, કોર્ટમાં થશે હાજર
નરેન્દ્ર મોદી 2024માં પણ PM પદના ઉમેદવાર હશેઃ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં (National Executive meeting of BJP United Front ) ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તે અંગે સામાન્ય રીતે ચર્ચાઓનું બજાર ગરમ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકારણમાંથી નિવૃત્તિ અને નવા ચહેરાઓની રાજ્યાભિષેકની અટકળો અવારનવાર થાય છે. પરંતુ, રવિવારે પટનામાં ગૃહ પ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે આ સવાલ પર પડદો પાડી દીધો છે. હવે સ્પષ્ટ છે કે, 2024માં પણ નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. હા, 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મેદાનમાં ઉતરશે. આ સંદર્ભે ગૃહ પ્રોધાન અને પૂર્વ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પટનામાં દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંકલ્પ લીધો હતો.