ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nagpur High Alert: કાશ્મીરી યુવકોએ નાગપુરમાં રેકી કરતા એલર્ટ

નાગપુરના કેટલાક સંવેદનશીલ સ્થળોની રેકી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવી છે. જે બાદ શહેરમાં હાઈ એલર્ટ (Nagpur High Alert) જાહેર કરવામાં આવ્યું છે.

Nagpur High Alert: કાશ્મીરી યુવકોએ નાગપુરમાં રેકી કરતા એલર્ટ
Nagpur High Alert: કાશ્મીરી યુવકોએ નાગપુરમાં રેકી કરતા એલર્ટ

By

Published : Jan 7, 2022, 11:10 PM IST

નાગપુરઃ કાશ્મીરી યુવક દ્વારા નાગપુરમાં રેકી (Kashmiri youth Reiki) કરવાની માહિતી મળતાં શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગપુર પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે નાગપુરમાં હાઈ એલર્ટ (Nagpur High Alert) જારી કરવામાં આવ્યું છે.

સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી

માહિતી અનુસાર, કેન્દ્રીય એજન્સી પાસેથી માહિતી મળ્યા પછી, પોલીસે નાગપુરના મહેલ સંકુલમાં RSS મુખ્યાલય અને રેશમ બાગ ખાતે સંઘના ડૉ. હેડગેવાર સ્મારક સંકુલ (Dr. Hedgewar Memorial Complex) અને કેટલાક અન્ય સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી છે.

UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

પોલીસ કમિશનર અમિતેશ કુમારે (Police Commissioner Amitesh Kumar) પણ મહત્વના સ્થળોની મુલાકાત લીધી છે. સુરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ પગલા લેવામાં આવી રહ્યા છે. જોકે, પોલીસ કમિશનરે નાગપુરમાં ક્યાં રેકી કરવામાં આવી છે તે જણાવ્યું નથી. આ અંગે UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય એજન્સી દ્વારા એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મળેલી માહિતીમાં સૂત્રો જણાવે છે કે, આ રેકી નાગપુરમાં કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરનો એક યુવક પણ નાગપુર આવ્યો હતો. જુલાઈ 2021માં તે નાગપુરમાં બે દિવસ રોકાયો હતો.

આ પણ વાંચો:Corona Guideline 2022: ગુજરાતમાં આજથી વધ્યા નિયંત્રણો, રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યૂ

એવું કહેવામાં આવી રહ્યું છે કે, નાગપુર પોલીસને કેન્દ્રીય એજન્સી પાસેથી માહિતી મળી છે કે આ દરમિયાન તેણે કેટલીક જગ્યાએ રેકી કરી હતી. જે બાદ તમામ માહિતી નાગપુર પોલીસને આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના કહેવા પર યુવકે નાગપુરમાં રેકી કરી હતી.

આ પણ વાંચો:Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ABOUT THE AUTHOR

...view details