ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગપુરમાંથી દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો, બંદૂક પકડેલી તસવીર સામે આવી - દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો અફઘાન નાગરિક જેને આ વર્ષે નાગપુરથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો, આ બાદ તે તાલિબાનમાં જોડાયો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તે શહેરના ડિગોરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે ગુપ્ત માહિતીના આધારે તેની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. છેવટે તેને પકડવામાં આવ્યો અને 23 જૂને અફઘાનિસ્તાનમાં દેશનિકાલ કરવામાં આવ્યો.

દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો
દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો

By

Published : Aug 20, 2021, 9:45 PM IST

  • નાગપુરમાં રહેતો અફઘાન નાગરિક તાલિબાનમાં જોડાયો
  • રાઇફલ પકડેલી તસવીર સોશિયલ મીડિયાથી સામે આવી
  • ભારતમાંથી 23 જૂને અફઘાનિસ્તાનમાં દેશનિકાલ કરાયો હતો

નાગપુર: શહેરમાં આ જ વર્ષે ભારતમાં ગેરકાયદેસર રીતે દેશનિકાલ કરાયેલા એક અફઘાન નાગરિક તાલિબાનમાં જોડાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તેની પાસે રાઇફલ પકડેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન રવિવારે કાબુલ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનનો કબજો મેળવ્યો હતો.

23 જૂને અફઘાનિસ્તાનમાં દેશનિકાલ

30 વર્ષીય નૂર મોહમ્મદ અઝીઝ મોહમ્મદ નાગપુરમાં છેલ્લા 10 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેતો હતો. તે શહેરના ડિગોરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. આ બાદ પોલીસે ગુપ્ત માહિતીના આધારે તેની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું, છેવટે તેને પકડવામાં આવ્યો અને 23 જૂને અફઘાનિસ્તાનમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. દેશનિકાલ બાદ તે તાલિબાનમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ, તેની બંદૂક પકડેલી તેની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે.

દેશનિકાલ થયેલો શખ્સ તાલિબાનમાં જોડાયો

શખ્સ નાગપુરમાં ગેરકાયદેસર રહેતો

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે, તે 2010 માં 6 મહિનાના પ્રવાસી વિઝા પર નાગપુર આવ્યો હતો. બાદમાં તેણે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) માં શરણાર્થી દરજ્જા માટે અરજી કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારથી તે નાગપુરમાં ગેરકાયદેસર રહેતો હતો.

તિક્ષ્ણ હથિયાર સાથે તસવીર વાયરલ

અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નૂર મોહમ્મદનું સાચું નામ અબ્દુલ હક છે અને તેનો ભાઈ તાલિબાન સાથે કામ કરતો હતો. ગયા વર્ષે નૂરે તિક્ષ્ણ હથિયાર સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details