- નાગાર્જુનાસાગર મત વિસ્તારની પેટાચૂંટણીને આખરી ઓપ અપાયો
- પાર્ટીના કેમ્પેન માટે 28 લાખ રૂપિયાનો ચેક નમુલા ભગતને આપ્યો
- ઘણા સર્વેક્ષણ બાદ ભગતને ટિકિટ આપવામાં આવી
હૈદરાબાદ: CM KCRએ નલગોંડા જિલ્લામાં નાગાર્જુનાસાગર મત વિસ્તારની પેટા-ચૂંટણીના ઉમેદવારને આખરી ઓપ આપ્યો હતો. દિવંગત ધારાસભ્ય નમુલા નરસિમહૈયા પુત્ર નમુલા ભગતને TRS પાર્ટીની નાગાર્જુનાસાગર પેટા-ચૂંટણી માટે પાર્ટીના વડા, CM KCR દ્વારા અંતિમ સ્વરૂપ અપાયું છે. CM KCRએ હૈદરાબાદના તેલંગાણા ભવનમાં પાર્ટીએ બી-ફોર્મ નોમુલા ભગતને આપ્યો છે.
નાગાર્જુનાસાગર મત વિસ્તારની પેટા-ચૂંટણીના ઉમેદવારો જાહેર આ પણ વાંચો:સાત એપ્રિલ બાદ તેલંગણામાં કોરોનાનો કોઈ દર્દી નહીં હોયઃ મુખ્ય પ્રધાન KCR
CM KCRએ પાર્ટીનું કેમ્પેઈન કર્યુ હતું
પાર્ટીના કાર્યક્રમમાં જગદીશ રેડ્ડી અને સાંસદ જોગીનાપલ્લી સંતોષ કુમાર સહભાગી થયા હતા. પાર્ટીના CM KCR પેટા-ચૂંટણીમાં પાર્ટીના કેમ્પેન માટે 28 લાખ રૂપિયાનો ચેક નમુલા ભગતને આપ્યો હતો.
આ પણ વાંચો:તેલંગણામાં TRS કાર્યકર્તાઓની દાદાગીરી, પોલીસ પર કર્યો હુમલો
અન્ય ધણા નેતાઓને ટિકિટની અપેક્ષા હતી
MLC તેરા ચિન્નાપરેડ્ડી ઉપરાંત અન્ય નેતાઓ કોટિરેડ્ડી, ગુરવૈયા યાદવ, રણજીથ યાદવ, બાલરાજ યાદવ અને અન્ય લોકોની પણ પેટા-ચૂંટણી માટે ટિકિટની અપેક્ષા હતી. છેવટે ઘણા સર્વેક્ષણ બાદ ભગતને ટિકિટ આપવામાં આવી છે. CM KCRએ કહ્યું કે, પાર્ટી અને નમુલા નરસિંહહૈયાની ભાવનાઓ મુજબ, ટિકિટ ભગતને આપી હતી, તેવું CM KCRએ જણાવ્યું હતું.