- નાગાલેન્ડમાં ફાયરિંગમાં 13ના મોત,ગૃહપ્રધાનએ શોક વ્યક્ત કર્યો
- નાગરિકોના મૃત્યુ અંગે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'નો આદેશ આપ્યો
- નાગાલેન્ડના મોન જિલ્લામાં તિરુ અને ઓટિંગની વસાહતો વચ્ચે ઘટના બની
કોહિમા: નાગાલેન્ડમાંફાયરિંગમાં (Firing in Nagaland) 13 લોકોના મોતને લઈને વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ ઘટના શનિવારે નાગાલેન્ડના મોન જિલ્લામાં તિરુ અને ઓટિંગની વચ્ચે બની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદીઓ પર હુમલો કરવાની યોજના બનાવી હતી જેમણે આકસ્મિક રીતે આ વિસ્તારમાં નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. ગૃહપ્રધાનઅમિત શાહેઆ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ગૃહમંત્રીઅમિત શાહેટ્વીટ કર્યું
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું, 'નાગાલેન્ડના ઓટિંગમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી દુઃખી છું. જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય SIT ઘટનાની સંપૂર્ણ તપાસ કરશે જેથી કરીને શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળી શકે.
સુરક્ષા દળોના ગોળીબારમાં કેટલાય નાગા યુવાનો માર્યા ગયા
સુરક્ષા દળોના ગોળીબારમાં કેટલાય નાગા યુવાનો માર્યા ગયા હતા. ઘટના બાદ તરત જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સુરક્ષા દળો (Assam Rifles)એ બાદમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફરી ગોળીબાર કર્યો હતો.ઘટના બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા વાહનોને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં આસામ રાઈફલ્સનો એક જવાન પણ શહીદ થયો હતો. જાનહાનિ વધવાની પણ આશંકા છે. નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફિયુ રિયોએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે, વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવશે.