ગુજરાત

gujarat

By

Published : Mar 23, 2022, 3:51 PM IST

ETV Bharat / bharat

નાડી માર્ગ હત્યાકાંડ 2003, 24 કાશ્મીરી પંડિતોની હત્યા

નાડીમાર્ગ હત્યાકાંડ (Nadimarg blood shed)ની યાદો દક્ષિણ કાશ્મીરના (South Kashmir Pandit) રહેવાસીઓ આજે પણ તે ઘટનાને યાદ કરીને કંપી ઉઠે છે. આ ગામમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો જણાવે છે કે, કેવી રીતે 23 માર્ચ 2003ના રોજ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા 24 કાશ્મીરી પંડિતોની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી.

નાડી માર્ગ હત્યાકાંડ 2003, 24 કાશ્મીરી પંડિતોની હત્યા
નાડી માર્ગ હત્યાકાંડ 2003, 24 કાશ્મીરી પંડિતોની હત્યા

શોપિયાંઃ 2003ના નાડી માર્ગ હત્યાકાંડની (Nadimarg blood shed) યાદો 19 વર્ષ પછી પણ દક્ષિણ કાશ્મીરના (South Kashmir Pandit) આ ગામના રહેવાસીઓના મનમાં તાજી છે. આ ગામમાં રહેતા મુસ્લિમ સમુદાયના (Kashmir Muslim community) સભ્યો હજુ પણ યાદ કરે છે કે, કેવી રીતે 24 કાશ્મીરી પંડિતોને 23 માર્ચ 2003ના રોજ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા, નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી હતી.

આ પણ વાંચો:The Kashmir Files Story: ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો

આ દિવસે એટલે કે 23 માર્ચ, 2003ના રોજ શોપિયાં જિલ્લાના નાડીમાર્ગ ગામમાં અજાણ્યા બંદૂકધારીઓ લડાયક વસ્ત્રોમાં સજ્જ કાશ્મીરી પંડિતોના ઘરમાં ઘૂસી ગયા હતા અને સળંગ ઉભેલી અગિયાર મહિલાઓ, અગિયાર પુરુષો અને બે બાળકોની ગોળી મારીને હત્યા કરી હતી. આ અંગે પ્રત્યક્ષદર્શીઓએ મીડિયાને માહિતી આપી હતી. નાડીમાર્ગ ગામના લોકો જણાવે છે કે, સેનાના યુનિફોર્મમાં સજ્જ હથિયારધારી બંદૂકધારીઓનું એક જૂથ રાત્રે લગભગ 10.30 વાગ્યે કાશ્મીરી પંડિતોના ઘરમાં ઘુસ્યું જ્યારે પંડિતો સૂવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો:'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ટીમ યોગી આદિત્યનાથને મળી, કહ્યું- ફિલ્મમાં 'સત્ય' બતાવવામાં આવ્યું

તેમના કહેવા પ્રમાણે, બંદૂકધારીઓએ પહેલા કાશ્મીરી પંડિતોના ઘરના દરવાજા ખખડાવ્યા હતા. પછી તેઓને પોપ્લરના ઝાડ નીચે બનેલા ચબુતરા પાસે ભેગા થવાનું કહ્યું અને તે બધા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 24 કાશ્મીરી પંડિતોને ઉભા રાખીને ગોળી મારી દેવામાં આવી હતી. ગોળીબાર સંભળાતા તેણે ગામને કાયમ માટે છોડી દીધું, જેમાં ચોવીસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા.

ABOUT THE AUTHOR

...view details