- બોયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી યુવતી સાથે અન્ય લોકો દ્વારા દુષ્કર્મ
- પોલીસ દ્વારા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી
- સાથી મીત્રને પણ આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો
મૈસુર ( કર્ણાટક ): સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પીડિતાની મિત્રના નિવેદનના આધારે પોલીસે પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ મામલામાં 5 આરોપીઓની તમિલનાડુના સત્યમંગલમથી ધરપકડ કરી છે. આરોપી લૂંટના ઇરાદાથી ગયો હતો, પરંતુ આ દંપતીને અવાવરું જગ્યા પર જોઈને ઘટનાને અંજામ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓને તામિલનાડુથી મૈસુર લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ તેમની અજ્ઞાત સ્થળે પૂછપરછ કરી રહી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું હતું કે, 'મૈસુર સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસ ઓપરેશન સફળ રહ્યું છે.'
આરોપીની ધરપકડ એ પહેલું પગલું છે : DGP
આ દરમિયાન, DGP પ્રવીણ સૂદે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, 5 આરોપીમાંથી એક સુથાર, એક વાયરમેન અને બે ડ્રાઈવર છે. આ ઉપરાંત એક વ્યક્તિ શાકભાજી વેચે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ એ પહેલું પગલું છે, હજુ ઘણું બાકી છે, આ લોકોએ ગંભીર ગુનો કર્યો છે.
પોલીસે આરોપીના ફોટા પીડિતાને મોકલ્યા
ઉલ્લેખનીય છે કે, મૈસુર સામુહિક દુષ્કર્મ કેસની પીડિતા સારવાર મેળવ્યા બાદ મુંબઈ ગઈ છે. પોલીસે આરોપીના ફોટા પીડિતા અને તેના માતા -પિતાને વોટ્સએપ દ્વારા મોકલ્યા છે. બુધવારે મૈસુરના ચામુંડી ડુંગરો પાસે મૈસૂર યુનિવર્સિટીની એક વિદ્યાર્થી પર 4થી 5 યુવકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના બોયફ્રેન્ડ સાથે ટેકરીઓ પર ગઈ હતી. પરત ફરતી વખતે નશામાં ધૂત યુવકોએ બન્નેને રોકીને યુવક પર હુમલો કર્યો અને કથિત રીતે યુવતી પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના બાદ આરોપીઓ નાસી ગયા હતા.