મુંબઈ:મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીને (Controversial comment on Shivaji Maharaj) લઈને એકનાથ શિંદે સરકાર અને રાજ્યપાલ બીએસ કોશ્યરી વિરુદ્ધ મુંબઈમાં રેલી (mva protest against shinde govt )કાઢી હતી. એનસીપીના નેતા દિલીપ વાલસે પાટીલે કહ્યું, "મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. સાવિત્રીબાઈ ફૂલે અને અન્ય મહાન વ્યક્તિત્વો વિરુદ્ધ બોલવામાં આવેલી કોઈપણ વાતને સહન કરશે નહીં. શિંદે સરકારને અમારો સંદેશ છે કે, તેઓ રાજ્યના ઈતિહાસને બદલવાનો પ્રયાસ ન કરે."
મહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ સરકાર અને રાજ્યપાલ વિરુદ્ધ મુંબઈમાં રેલી કાઢી
મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) એ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ પર વિવાદાસ્પદ ટિપ્પણીને (Controversial comment on Shivaji Maharaj) લઈને એકનાથ શિંદે સરકાર અને રાજ્યપાલ બીએસ કોશ્યરી વિરુદ્ધ મુંબઈમાં (mva protest against shinde gov) રેલી કાઢી હતી.
Etv Bharatમહારાષ્ટ્ર વિકાસ આઘાડીએ સરકાર અને રાજ્યપાલ વિરુદ્ધ મુંબઈમાં રેલી કાઢી
બાલાસાહેબ થોરાટના શિંદે સરકાર પર આરોપ:તે જ સમયે, શિંદે સરકાર વિરુદ્ધ MVA માં કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે, કેટલાક મુખ્ય પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ખસેડવામાં આવ્યા હતા અને ભાજપ ત્યાં ચૂંટણી જીતી હતી. મહારાષ્ટ્રની જનતા તેમના વોટથી ભાજપને મજબૂત સંદેશ આપશે.