- હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા મોહન ભાગવતે જણાવ્યું
- હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન છે
- ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ
મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સંઘચાલક મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે, હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો સમાન હતા અને દરેક ભારતીય નાગરિક 'હિંદુ' છે. પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતુ. કે "સમજદાર" મુસ્લિમ નેતાઓએ ઉગ્રવાદીઓ સામે મક્કમ રહેવું જોઈએ. એમ પણ કહ્યું કે ભારતમાં લઘુમતી સમુદાયને કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી કારણ કે, હિન્દુઓની કોઈ સાથે દુશ્મની નથી.
આ પણ વાંચો:RSS ચીફ મોહન ભાગવતે અમદાવાદમાં ધ્વજવંદન કર્યું
હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન-ભાગવતે
ભાગવતે જણાવ્યું કે, હિન્દુ શબ્દ માતૃભૂમિ પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ સમાન છે. તે અન્ય મંતવ્યો માટે અપમાનજનક નથી. આપણે મુસ્લિમ સર્વોપરિતા વિશે નહીં, પરંતુ ભારતીય સર્વોપરિતા વિશે વિચારવું પડશે. ભાગવતે કહ્યું કે ભારતના સર્વાંગી વિકાસ માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું 'ઈસ્લામ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યા ત્યારે આ ઇતિહાસ હતો અને જેમ છે તેમ કહેવું જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે અડગ રહેવું જોઈએ. જેટલું વહેલું આ કરીશું, સમાજને ઓછું નુકસાન થશે.