- ભારત- પાકિસ્તાન વચ્ચેની સમસ્યાઓનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છેઃ ફારુક
- ચીન સાથે વાતચીત કરી શકે છે, જ્યારે તે ભારતના ક્ષેત્રમાં છે ઃફારુક
- અમારી પાસે ભારત સિવાય રહેવાની બીજી કોઈ જગ્યા નથી
જોધપુર (રાજસ્થાન): જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir ) પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ ( Farooq Abdullah)મીડિયાને કહ્યું કે, સરકારે કાર્યવાહી કરવી પડશે કારણ કે ભારતની સાથે ઉભેલા મુસ્લિમોની હત્યા થઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાની પણ માગ
તેમણે ભારત અને પાકિસ્તાન(India and Pakistan) વચ્ચે મંત્રણાની પણ માગ કરતા કહ્યું કે બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે દેશમાં જોઈએ છીએ, ત્યારે જોવા મળે છે કે મુસ્લિમો પર હુમલા( Attacks on Muslims)થઈ રહ્યા છે, તેમની મારપીટ થઈ રહી છે અને મસ્જિદોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે.
ભારતના ક્ષેત્રમાં છે અને દરરોજ આગળ વધી રહ્યું છે
અમે તેનો ભોગ બનીશું, જેઓ ભારતની સાથે ઉભા છે. અમને મારી નાખવામાં આવશે કારણ કે અમારી પાસે ભારત સિવાય રહેવાની બીજી કોઈ જગ્યા નથી. આપણે સમાન છીએ પરંતુ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે ભય પેદા કરે છે અને તેને (સરકારે) ઉકેલવી પડશે. અબ્દુલ્લાએ કહ્યું કે ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવને કારણે હિંદુ અને મુસ્લિમોના સંબંધો પર અસર થઈ રહી છે. કેન્દ્ર પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ચીન સાથે વાતચીત કરી શકે છે, જ્યારે તે ભારતના ક્ષેત્રમાં છે અને દરરોજ આગળ વધી રહ્યું છે.