ધારવાડ: કર્ણાટકના ધારવાડ જિલ્લામાં એક મંદિરની નજીક સ્થિત મુસ્લિમ વેપારીઓની દુકાનો પર હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો (Karnataka Muslim traders shops attacked) કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નુગ્ગીકેરી હનુમાન મંદિર (Nuggikeri Hanuman Temple) પાસે હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા ચાર દુકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 15 વર્ષથી અહીં વેપાર કરતા વેપારી નબીસાબની દુકાનનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન હિન્દુ કાર્યકર્તાઓ (activists of Srirama Sena )એ દુકાનમાં હાજર ફળોનો પણ નાશ કર્યો હતો.
કર્ણાટક: મુસ્લિમ વેપારીઓની દુકાનમાં તોડ-ફોડ, ફળોને પણ માઠું નુકસાન - attacked by Hindu activists
કર્ણાટકના ધારવાડમાં હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા મુસ્લિમ વેપારીઓની દુકાનો પર કથિત રીતે હુમલો (Karnataka Muslim traders shops attacked) કરવામાં આવ્યો હતો અને ફળોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મંદિરની નજીક મુસ્લિમ વેપારીઓની દુકાનો: ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવ્યું કે, શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, મંદિર પરિસરમાં બિન-હિન્દુ લોકોની દુકાનો ન હોવી જોઈએ. આ અંગે ચર્ચા કર્યા બાદ મંદિર પ્રશાસને કોઈ નિષ્કર્ષ પર આવવાની વાત કરી હતી. લોકોનો આરોપ છે કે, નુગ્ગીકેરી મંદિરની નજીક મુસ્લિમ વેપારીઓની દુકાનો પર હિંદુ સંગઠનો દ્વારા હુમલો (attacked by Hindu activists) કરવામાં આવ્યો હતો જ્યારે મંદિર સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો:KCR protest in Delhi : મોદીને તેલંગાણાના મુખ્યપ્રધાનનું 24 કલાકનું અલ્ટિમેટમ, કહ્યુ કે..