બેંગલુરુ:હિજાબપ્રતિબંધ (Hijab controversy) સામે લડતી મુસ્લિમ છોકરીઓએ ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટને (Karnataka High Court) અપીલ કરી હતી કે તેઓને ઓછામાં ઓછા શુક્રવાર અને રમઝાન મહિના દરમિયાન હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી આપવામાં આવે. હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ પવિત્ર કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન છે. હાઈકોર્ટે, તેના વચગાળાના આદેશમાં, ગયા અઠવાડિયે તમામ વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર કેસરી શાલ, સ્કાર્ફ, હિજાબ અને કોઈપણ ધાર્મિક ધ્વજ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, હિજાબ વિવાદ (Hijab controversy) સંબંધિત તમામ અરજીઓ પર વિચારણા બાકી હતી.
આ પણ વાંચો:હિજાબ વિવાદમાં સામેલ મુસ્લિમ દેશોની સંસ્થા OIC આપ્યું નિવેદન, જાણો શું કહ્યું....
શુક્રવારે અને રમઝાન માસમાં હિજાબ પહેરવાની આપે છૂટ
જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ કાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ. દીક્ષિતની હાઈકોર્ટની ફુલ બેંચ સમક્ષ મુસ્લિમ છોકરીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ વિનોદ કુલકર્ણીએ કહ્યું હતું કે, "હિજાબ પહેરવા પર પ્રતિબંધને કારણે ગરીબ મુસ્લિમ છોકરીઓ પરેશાન છે." હું કોર્ટને વિનંતી કરું છું કે શુક્રવારે અને પવિત્ર રમઝાન માસ દરમિયાન છોકરીઓને હિજાબ પહેરવાની છૂટ આપતો આદેશ પસાર કરે.